તારીખ:25-09-2025 ના રોજ પ્રા.આ.કેન્દ્ર રાનેર ની જે.એસ.પેથાણી માધ્યમિક શાળા અને પગાર કેન્દ્ર રાનેર પ્રાથમિક શાળા ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી

જેમાં રાનેર મે.ઓ.સા.શ્રી ડો અરવિંદભાઈ વાઘેલા અને બનાસકાંઠા જિલ્લા સોશિયલ વર્કર ટોબેકો અધિકારી શ્રી અનિલભાઈ રાવલ દ્વારા તમાકુ નિયંત્રણ કરવા તથા વ્યસનમુક્તિ નું માર્ગદર્શન આપવામાં આવ્યું તથા સ્પર્ધકો ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાનેર પ્રા.આ.કેન્દ્ર કર્મચારીઓ પ્રદિપસિંહ દેવડા,ભાવસિંહ સોલંકી ધર્મન્દ્રભાઈ પટેલ.જે.એસ પેથાણી ના આચાર્ય શ્રી પ્રવિણભાઈ જોષી અને પે કેન્દ્ર પ્રાથમિક શાળા ના આચાર્ય નારણભાઈ દેસાઈ તથા તમામ શિક્ષક સ્ટાફ તથા બાળકોના સાથ સહકાર થી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
The Gujarat Live News
