પાટણ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને ફાળવાયેલું અનાજ ગેરરીતિપૂર્વક ખુલ્લા બજારમાં વેચાતું હોવાનો મોટો ગોટાળો સામે આવ્યો છે.
કલેક્ટર અને મામલતદાર કચેરીમાં આ બાબતે લેખિતમાં રજૂઆત થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.








પ્રાપ્ત વિગતો મુજબ સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ થતું ઘઉં, ચોખા, બાજરી અને ચણાનું જથ્થો સીધો ગંજ બજારમાં પહોંચી રહ્યો છે.
હારીજ અને પાટણના બજારોમાં આ અનાજના ઢગલા ઊભા કરીને હરાજી થતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
પુરવઠા વિભાગની દેખરેખ હોવા છતાં જ ક્વોટામાંથી જ માલ બહાર જઈ રહ્યો હોવાનો આરોપ થવા પામ્યો છે.
ગરીબોને મળવાનું અનાજ વેપારીઓ માટે કમાણીનું સાધન બની ગયું છે.
દુકાનદારો પોતાનો કોટો હવાલે કરવાનો બદલે બજારમાં માલ વેચીને લાખોની કમાણી કરી રહ્યા છે.
આ કારણે લાભાર્થી પરિવારોને પૂરતું અનાજ ન મળતાં નાગરિકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓ જાણતા હોવા છતાં પણ યોગ્ય પગલાં લેતા નથી.
આ મુદ્દે કલેક્ટરશ્રી તથા મામલતદાર કચેરીને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કડક કાર્યવાહી થઈ નથી.
હાલમાં સમગ્ર જિલ્લામાં મોટું અનાજ કૌભાંડ બહાર આવ્યું હોવાની ચર્ચા ગરમાઈ છે.
નાગરિકો સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ઊંડાણપૂર્વક તપાસ કરી દોષિત દુકાનદારો તથા સંકળાયેલા તંત્રના લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે જેથી ગરીબોના હક્કનું અનાજ સાચા લાભાર્થીઓ સુધી પહોંચી શકે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
