પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે અતિવૃષ્ટિને આજે 15 દિવસ વીતી ગયા હોવા છતાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે.

ગામના તળાવવાળા પ્લોટ વિસ્તારમાં આવેલા અનેક મકાનોમાં હજુ પણ આશરે 4 ફૂટ સુધી પાણી ભરાયેલા છે.

પરિસ્થિતિને કારણે ગામજનો ભારે પરેશાન છે. 

અનેક પરિવારો પોતાના ઘર છોડીને સંબંધીઓના ઘરે આશરો લેવા મજબૂર બન્યા છે. 

પાણી ભરાઈ જવાથી ઘરવખરી, અનાજ અને અન્ય સામાન બગડી જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.

મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ હોવાના કારણે તૂટી પડવાનો ભય સતાવી રહ્યો છે.

ગામજનોનો આક્ષેપ છે કે પૂર સમયે નેતાઓ અને અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા હતા, પરંતુ બાદમાં કોઈ પૂછપરછ કરાઈ નથી.

હાલની દયનીય સ્થિતિમાં લોકોએ WhatsApp ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ કરીને તંત્રને પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે.

ગામના તલાટીએ જણાવ્યું હતું કે રોડ તોડીને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પાણી ઉતર્યું નથી. તેમનું કહેવું છે કે પાણી ધીમે ધીમે ઉતરશે.

છતાં હાલની પરિસ્થિતિમાં ગામજનો તંત્રને ઝડપથી કાર્યરત થવાની માગ કરી રહ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!