રાધનપુર તા. 28 ઓક્ટોબર, 2025:
રાધનપુરના વોર્ડ નં. ૭ સ્થિત શિવ રેસિડન્સી સોસાયટી વિસ્તારના રહેવાસીઓ લાંબા સમયથી વિવિધ મૂળભૂત સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યા છે.

રોડ–રસ્તા, પીવાનું પાણી, ગંદકી, લાઈટનો અભાવ અને રોગચાળાની પરિસ્થિતિ જેવા અનેક પ્રશ્નો હજુ સુધી ઉકેલાયા નથી.
સ્થાનિક લોકોએ ટેલિફોનિક રજૂઆત નગરપાલિકા સત્તાધિસો ને તેમજ કર્મચારીઓને કરવા છતાં કોઈ હલ ના આવતા વિપક્ષના જયાબેન ઠાકોર ને ટેલિફોનિક સ્થિતિ વિશે જણાવતા અને રૂબરૂ આવવા આગ્રહ કરતા જયાબેન ઠાકોર આજે સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ વિસ્તારની સ્થિતિની માહિતી મેળવી હતી. રહેવાસીઓએ જણાવ્યું કે ઘણા સમયથી પાણીની પાઇપ લાઈન લીકેજ હોવા છતાં નગરપાલિકાનું તંત્ર ઉદાસીન રહ્યું છે.
અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો છતાં હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
નાગરિકોએ જણાવ્યું કે આ વિસ્તાર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશીનો જ વોર્ડ હોવા છતાં તેમણે આજદિન સુધી વોર્ડની મુલાકાત લીધી નથી.
પરિણામે વોર્ડના પ્રશ્નો યથાવત રહેતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે નગરપાલિકા સત્તાધીશોની આંતરિક રાજકીય ખેંચતાણને કારણે સામાન્ય પ્રજાના પ્રશ્નો ઉપેક્ષિત રહ્યા છે.
નાગરિકોએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી પાણી, સ્વચ્છતા અને વીજલાઈટ જેવી તાત્કાલિક જરૂરિયાતોનો ઉકેલ લાવવા માંગ કરી છે આખાય રાધનપુરમાં એક જ ચર્ચા ચર્ચાઈ રહી છે કે નગરપાલિકાનો વહીવટ એમના પતિ કરતા હોવાથી નિષ્ફ્ળ નીવડી રહ્યું છે સામે નગરસેવક જયાબેને પણ પાલિકા પ્રમુખ ને ઉપપ્રમુખ ની ખુરશી પરથી ઉભા કર્યા ના દ્રશ્યો સામે આવ્યા હતા અને હાલમાં જયાબેન ઠાકોર જોડે ટેલિફોન પૂછતાં એમને જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખ કોણ છે એ કોઈને ખબર નથી એમના પતિ વહીવટી કરી રહેલ છે એમની જોડે કોઈ પ્રકારનો વહીવટ નો અનુભવ નથી સાથે ગરીબ લોકો સાથે સુમેળ પણ ના હોવાનો આક્ષેપ જયાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં જયાબેને નગરપાલિકામાં ચાલી રહેલ ગોલમાલ પર એક મોટો ઘટસ્ફોટ પુરાવા સાથે કરશે એવી આશ્રયજનક વાત પણ કરી હતી શું હશે આ ઘટસ્ફોટ વિસ્ફોટ એ વિચારવું રહ્યું
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
