ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં આવેલા મોટા ખુંટવડા અને આસપાસના વિસ્તારોમાં તાજેતરના ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. રોજકી અને માલણ નદીમાં આવેલા પુરના કારણે મોટા ખુંટવડા થી કૃષ્ણપુર તથા બોરડી ગામને જોડતા રોડ પરનાં બન્ને પુલો તૂટી જતા વિસ્તારના લોકો માટે પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ હતી.

ત્યારે સ્થાનિક કથડભાઈ ગુડાળા અને પત્રકાર રમેશ જીંજુવાડીયા સહિતના ગ્રામજનો દ્વારા આ ગંભીર પરિસ્થિતિની જાણ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી ને કરાતા, ધારાસભ્યએ માત્ર બે જ કલાકમાં સ્થળ પર પહોંચી તૂટી ગયેલા બન્ને પુલોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન ધારાસભ્યએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સીધી ફોન પર વાતચીત કરી તાત્કાલિક ધોરણે નવા પુલોના બાંધકામના આદેશ આપ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “લોકોની અવરજવર અટકી ગઈ છે તેથી લોકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી બન્ને પુલો ની તાત્કાલિક કામગીરી હાથ ધરીને નવા પુલો તૈયાર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત દિપકભાઈ ખુંટ, જલુભાઇ, કથડભાઇ ગુડાળા, સુખાભાઇ ચોટીયા, અમરાભાઇ રાઠોડ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. લોકોમાં ધારાસભ્યની ત્વરિત કાર્યવાહી અંગે સંતોષ અને પ્રશંસા જોવા મળી હતી.

The Gujarat Live News 

અહેવાલ: અશ્વિન ચાવડા મહુવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!