ભારતીય જનતા પાર્ટી – ચાણસ્મા શહેર દ્વારા “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ચાણસ્મા શહેરના વાલી અશોકભાઈ પટેલ, આત્મનિર્ભર ભારત અભિયાનમાં ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ, ચાણસ્મા યુવા મોરચા શહેર પ્રમુખ જય પટેલ, બ્રિજેશભાઈ પટેલ, ચાણસ્મા સામાજિક સંસ્થાના ટ્રસ્ટ આયોજક ઉમેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વક્તાઓએ પોતાના સંબોધનમાં “આત્મનિર્ભર ભારત”ના સંકલ્પને મજબૂત બનાવવા માટે સૌને પ્રેરણા આપતા જણાવ્યું કે “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” ના સંદેશને ઘેરેઘેર પહોંચાડવો જોઈએ.

કાર્યક્રમના અંતે સૌ માટે સ્વરૂચી ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને શહેરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી – ચાણસ્મા શહેર દ્વારા કરવામાં આવ્યું હતું,

The Gujarat Live News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!