વડોદરાઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર કેન્દ્ર સરકારે કોચિંગ ક્લાસ માટે એક ગાઈડ લાઈન બનાવી છે.જેનો અમલ કરવા માટે ગુજરાત સરકારે એક કમિટિની રચના કરી છે.જોકે આ ગાઈડ લાઈનની કેટલીક જોગવાઈઓ સામે કોચિંગ ક્લાસીસના સંચાલકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ક્લાસીસના સંચાલકોના સંગઠન બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા આ મુદ્દે કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સંગઠનનું કહેવું છે કે, ૧૬ વર્ષથી નીચેના બાળકોને ટયુશન નહીં કરાવી શકાય તેવી જોગવાઈથી તો ગુજરાતમાં જ એક લાખ શિક્ષકોની રોજગારી છિનવાઈ જશે.

 

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!