લાઠી નગરપાલિકા દ્વારા લારી ગલ્લા છાપરા નડતરરૂપ દબાણ માટે લાઠી વહીવટી અધિકારી દ્વારા સૌ વેપારી ને એક દિવસ અગાઉ નડતર દબાણ હટાવવા માટે,

નોટિસ દ્વારા જાણ કરેલ અને આજરોજ તારીખ:4.11.25. ના રોજ,નોટિસ નો કોઈ અમલ ન થતા નગરપાલિકા તેમજ પ્રાંત અધિકારી ઓફિસ સ્ટાફ દ્વારા દબાણ હટાવવા માટે,બુલડોઝર ટ્રેક્ટર વાળા અને નગરપાલિકાના મજૂર દ્વારા લાઠી ચાવડ દરવાજા પાસે આવેલ, રામ ઓર શ્યામની ફરસાણ નાસ્તાની શોપ ધરાવતા,ગોગનભાઈ ની શોપ ઉપર નડતરરૂપ છાપરું દેખાતા તેને સ્થળ ઉપર બુલડોઝર દ્વારા છાપરું તોડીને કાઢવામાં આવેલ.ત્યારબાદ વેપારી તેમજ લારી-ગલા ચા ના કીટલા ના વેપારી ભેગા થઈને આ દબાણ હટાવવા માટે વિનંતી કરેલ છતાં પણ,ટોળાશાહીને તેડા ન હોય,તેમ સમગ્ર વેપારી,દરેક ધંધાના વેપારીને દુકાન બંધ કરાવીને,વેપારીને સહકાર આપેલ,અને પ્રાંત અધિકારી સાહેબ તેમજ નગરપાલિકાના વહીવટી અધિકારો ને વિનંતી કરીને, શાંત રીતે લાઠી વેપારી મંડળના પ્રમુખ તેમજ સામાજિક કાર્યકર હનુભાઈ ભુવા તેમજ લાઠી મોબાઈલ એસોસિયન પ્રમુખ સુધીરભાઈની હાજરીમાં તેમજ સમસ્ત ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં,પ્રાંત અધિકારીને વિનંતી કરીને કહ્યું કે જે વેપારીના શોપ છાપરા દબાણમાં આવતા હોય, તેવો ને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને હટાવવા માટે કહેજો તેમ છતાં ન માને તો,અમો વેપારી તેમજ ગામના અગ્રણી દ્વારા વિનંતી કરીને હટાવીશું,તેવું વચન આપીને સમગ્ર વેપારી અને ગ્રામજનો યે વિનંતી કરીને વચન આપેલ, હાલ તુરંત જ દબાણ ઝુંબેશને વિરામ આપેલ છે
The Gujarat Live News રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
