સિંહોના વસવાટ માટે જાણીતા ઉના-ગીરગઢડા પંથકમાં ફરી એકવાર ગીરના રાજાઓનો શાહી અવાજ સાંભળવા મળ્યો છે. ગીરગઢડાના ફાટસર નજીક આવેલા કેદારનાથ મંદિર તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે બે નર સિંહની ડણકથી આસપાસનો સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, જેને પગલે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ થોભી જઈ આ અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા. સામાન્ય રીતે સિંહની ડણક 2.5થી 3 કિમી સુધી સંભળાય છે
આ ઘટના રાત્રિના શાંત વાતાવરણમાં બની હતી, જ્યારે બે નર સિંહ રસ્તાની અંદરના ભાગમાં આવી પહોંચ્યા હતા. સિંહની ડણક સામાન્ય રીતે 2.5 થી 3 કિલોમીટર સુધી સંભળાય છે, પરંતુ આ ડણક એટલી પ્રબળ હતી કે તેનો પડઘો દૂર દૂર સુધી પડ્યો હતો. ડણક સાંભળીને વાહનચાલકો અને રાહદારીઓ આશ્ચર્ય અને ઉત્સુકતા સાથે થંભી ગયા હતા. આ પણ વાંચો, દીવાલ પર આંટા મારતો સિંહ ગૌવંશ સાથે ભિડાયો, CCTV: વળતા હુમલાથી સિંહને ભાગવું પડ્યું, મોઢામાંથી છૂટ્યો શિકાર સિંહની ડણક સાંભળીને લોકો તેમના દર્શન માટે નીકળી પડતા
ઉના-ગીરગઢડા પંથક જંગલની સરહદ નજીક આવેલો હોવાથી અહીં સિંહોનો વસવાટ જંગલ વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળે છે. આ વિસ્તારના લોકો સિંહોથી પરિચિત છે અને તેમના સહઅસ્તિત્વના ભાગરૂપે સિંહોના આગમનને સામાન્ય ગણે છે. ઘણીવાર સિંહની ડણક સાંભળીને લોકો તેમના દર્શન કરવા માટે પણ નીકળી પડતા હોય છે. સિંહોની ડણકથી ગુંજી ઉઠેલું કેદારનાથ રોડનું દ્દશ્ય
આ બંને નર સિંહો અગાઉ રસુલપરા વિસ્તારમાં જોવા મળ્યા હતા અને ત્યાંથી ફાટસર તરફ આવ્યા હતા. ગીરગઢડાના ખિલાવડ વિસ્તારમાં પણ રાત્રિના સમયે સિંહો જોવા મળતા હોવાથી, આખો પંથક સિંહ દર્શન માટેનું એક અઘોષિત સ્થળ બની ગયો છે. રાત્રિના અંધારામાં સિંહોની ડણકથી ગુંજી ઉઠેલું કેદારનાથ રોડનું આ દ્દશ્ય ગીરની અદભૂત વન્યજીવ સૃષ્ટિની યાદ અપાવે છે. સિંહની ડણક (Roar) વિશેના રસપ્રદ તથ્યો ગીરના રાજાની ડણક માત્ર ડરામણી નથી, પણ એના ઘણા અદ્ભુત વૈજ્ઞાનિક અને વર્તણૂકીય પાસાંઓ છે: આ ડણક જ ગીરના જંગલને અન્ય જંગલોથી અલગ પાડે છે અને તેને એશિયાટિક સિંહોનું શાહી નિવાસસ્થાન બનાવે છે. સિંહના આ સમાચાર પણ વાંચો ઉનામાં સિંહની ડણકથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો:શિકારની શોધમાં આવેલો સિંહ કલાકો સુધી રોડ પર બેસી રહ્યો, રાહદારીઓ થંભ્યા; પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યાં દૃશ્યો સિંહના આ સમાચાર પણ વાંચો ગીરની બોર્ડરે સાવજોની ‘રોયલ લટાર’ના અદભૂત દૃશ્યો, જામવાળા-ઘાંટવડ રોડ પર વરસાદી માહોલમાં મધરાતે સિંહણની જોડી નીકળી ડાલામથાનો વીડિયો ઉતારતાં મોત ભાળ્યું, મિજબાની માણતા સિંહ પર લાઇટનો પ્રકાશ પડતાં ક્રોધિત થયો, પૂંછડી ઊંચી કરી પાછળ ફર્યો તો ગભરાયેલો યુવક દોટ મૂકીને ભાગ્યો ગીરમાં એકસાથે 10 સિંહ લટાર મારવા નીકળ્યા, ગીર ગઢડાના રોડ પર સિંહ પરિવાર નીકળતા વાહનોના પૈડાં થંભી ગયા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં વારંવાર રસ્તા પર જોવા મળે છે ત્યારે આ સિંહ પરિવારની લટારના અદ્ભુત દૃશ્યો સફારીપાર્કમાં પણ જોવા ના મળે એ ગીર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.આ ઘટના ગીરના જંગલની નજીકના ગ્રામ્ય વિસ્તારમાં બની હતી. બળદનો શિકાર કરી સિંહોએ મિજબાની માણી, અમરેલીના ગામડાઓમાં સિંહના આંટાફેરા યથાવત, ગામલોકોમાં ફફડાટ બે મહિના પહેલા ગીર ગઢડા-જામવાળા રોડ પર 3 સિંહણ અને 7 સિંહબાળે રસ્તો રોક્યો હતો
ઉના-જામવાળા રોડ પર પણ બે મહિના પહેલા વહેલી સવારે એક સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં 3 સિંહણ અને 7 સિંહબાળ જોવા મળ્યા હતા. રાજકોટ જિલ્લામાં સિંહને કાયમી વસાવવાનો પ્લાન ગુજરાતમાં હાલ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહો કાયમી વસવાટ કરી રહ્યા છે. ગીરમાં વસતી વધતા સિંહો નવા વિસ્તારની શોધ કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા સુધી સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. ત્યારે હવે વનવિભાગે આ વિસ્તારોમાં સિંહ કાયમી વસવાટ કરી શકે તે માટે ‘સાવજ ગૃહ’નું નિર્માણ કરી સિંહને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, રાજકોટમાં છેલ્લી સિંહ ગણતરી દરમિયાન ખારચિયા, ભંડારિયા અને ઉમટ વીડીમાં 6 સિંહની હાજરી જોવા મળી હતી. વનવિભાગે હાલ અહીં ‘સાવજ ગૃહ’ના નિર્માણ કરી આર્ટિફિશિયલ પાણીના કુંડ, પોન્ડ બનાવ્યા છે અને જરુરી વૃક્ષારોપણ પણ કરાયું છે.(સંપૂર્ણ સમાચાર વાંચો)

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!