મોટા ચિલોડા-દહેગામ રોડ પર આવેલી કેશવ હોટલ નજીક ગઈકાલ રાતે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી હતી. બાદમાં ઇનોવા કાર પણ રોડની સાઇડમાં પાર્ક કરેલી આઈવા ટ્રકની ડીઝલ ટાંકીના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મજૂર મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય આઠેક લોકોને ઇજાઓ પહોંચી છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતાં કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી. ફરિયાદી મજૂરોને રિક્ષામાં લઈને જઈ રહ્યા હતા
આ અકસ્માત અંગે ઇજાગ્રસ્ત રિક્ષા-ડ્રાઈવર પંકજજી પ્રહલાદજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, લેકાવાડા ખાતે કમલેશભાઇ પટેલે ખેતરમાં બટાકાનું બિયારણ કાપવા મજૂરી અર્થે બોલાવ્યા હતા, જેથી પંકજજી ગામના શૈલેષ વિક્રમજી ઠાકોર, લીલાબેન કાંતિજી ઠાકોર, અર્જુન કાંતિજી ઠાકોર, મહેન્દ્રભાઈ નરસિંહભાઈ વાઘેલા, જ્યોત્સ્નાબેન મહેન્દ્રભાઈ વાઘેલા, મુન્નીબેન કાંતિજી ઠાકોર તથા પૂનમબેન બળદેવજી ઠાકોરને રિક્ષામાં લઈને નીકળ્યા હતા. અકસ્માત સર્જી ઈનોવાનો ચાલક ફરાર
એ વખતે દહેગામ મોટા ચિલોડા રોડ ઉપર કેશવ હોટલ નજીક ઇનોવા ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી રિક્ષાને ટક્કર મારી હતી, જેથી રિક્ષા રોડની સાઇડમાં ફંગોળાઇને પલટી મારી ગઈ હતી. જ્યારે ઇનોવા ગાડી રોડની સાઈડમાં નજીકમાં પાર્ક કરેલી એક આઇવા ગાડીની ડીઝલ ટાંકીવાળા ભાગે અથડાઈ હતી. આ અકસ્માત સર્જી ગાડી મૂકીને ચાલક નાસી ગયો હતો. રિક્ષામાં સવાર એક મહિલાનું મોત, અન્યને ઈજા
અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. રિક્ષામાંથી તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં પૂનમબેન ઠાકોરને ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતાં કારમાં દારૂની બોટલ પણ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 8 નવેમ્બરઃ વડોદરામાં રાત્રે ગાય સાથે બાઈક અથડાતાં યુવકનું મોત વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી મંગલ દર્શન સોસાયટીમાં રહેતા સંદીપ નેગી શનિવારે (8 નવેમ્બર) રાત્રે બાઇક લઈને તેમના મિત્ર પ્રશાંત ઐયરને મળવા માટે ગયા હતા. યુવક જતો હતો ત્યારે રસ્તામાં ગાય આવી જતાં એની સાથે અથડાયો હતો, જેને કારણે સંદીપ ડિવાઈડર સાથે ટકરાતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વિગતવાર વાંચવા ક્લિક કરો…ગાયની અડફેટે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત, CCTV 10 નવેમ્બરઃ રાજકોટના કાલાવાડ રોડ પર BMW કારના ચાલકે ટૂ-વ્હીલરચાલકને ઉડાવ્યો રાજકોટ ગઈકાલે (9 નવેમ્બર) કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ ઝડપે BMW કારના ચાલકે ટૂ-વ્હીલરના ચાલક અભિષેક નાથાણીને અડફેટે લેતાં મોત નીપજ્યું છે. BMW કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી ટૂ-વ્હીલર ચાલકને અડફેટે લેતાં યુવાન 10 ફૂટ ઊછળીને 50 ફૂટ દૂર દૂર ફૂટબોલની જેમ પટકાયો હતો. આ અકસ્માતમાં ટૂ-વ્હીલરના ફુરચેફુરચા ઊડી ગયા છે, જ્યારે કારના બોનેટને પણ ભારે નુકસાન થયું છે. વિગરવાર વાંચવા ક્લિક કરો… BMWની ટક્કરે યુવક 10 ફૂટ ઊછળીને 50 ફૂટ સુધી ફંગોળાયો, CCTV

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!