નવસારીના બીલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. હથિયારની આપ-લે કરવા માટે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતાં SMC પહોંચી હતી. જ્યાં હાજર બે આરોપીઓને ઝડપીને પુછપરછ કરતા અન્ય બે આરોપીઓએ મીની સોમનાથ મંદિરે હોવાનું જાણવા મળતાં SMCની ટીમ મંદિરે પહોંચી હતી. જ્યાં હાજર આરોપીઓએ ગોળીબાર કરતાં પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હથિયારોની આપ-લે કરવા આરોપીઓ મળ્યા હતા
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ SMCને બાતમી મળી હતી કે, મૂળ રાજસ્થાનના અને હાલ નવસારીના બીલીમોરામાં રહેતા બિશ્નોઇ ગેંગના બે શખ્સોને એક હરિયાણા અને એક મધ્યપ્રદેશનો શખ્સ હથિયાર આપવા આવ્યા છે અને એ અનુકૂળ હોટેલમાં રોકાયા છે. જેથી બાતમીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો. જોકે, ત્યાં રાજસ્થાનના બે આરોપીઓ જ મળ્યા હતા. જેમને ઝડપીને પોલીસે પુછપરછ કરતાં અન્ય બે આરોપીઓ નજીકમાં આવેલા મીની સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસ અને ગેંગ વચ્ચે બે રાઉન્ડ ફાયરિંગ
હરિયાણા અને મધ્યપ્રદેશથી આવેલા બે આરોપીઓ મંદિરે હોવાથી SMC ટીમ મંદિરે પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે એક આરોપીએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો, જેથી સ્વ બચાવમાં પોલીસે પણ સામે ગોળીબાર કર્યો હતો. પોલીસ અને ગેંગ વચ્ચે બે રાઉન્ડ ફાયરિંગ થતાં એક આરોપીને પગમાં ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. જેથી પોલીસે ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે ખસેડ્યો છે. બાકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમના કબજામાંથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આરોપીઓના નામ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી
આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લા પોલીસની LCB, SOG સહિતની ટીમો સાથે ચીખલી DySP પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પાંચ દિવસ પહેલા સુરતમાં પણ કુખ્યાત આરોપી સલમાને ચપ્પુથી હુમલો કરતાં PIએ પગમાં ગોળી ધરબી હતી ઉલ્લેખનીય છે કે, આજથી પાંચ દિવસ પહેલા સુરતમાં પણ એક આરોપીએ પોલીસ પર હુમલો કરતા સ્વબચાવમાં પોલીસે માથાભારે આરોપીના પગમાં ગોળી ધરબી હતી. સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને સુરત ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામના એક ઘરના રૂમના ખૂણામાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાંચની ટીમે તેને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે રાતના 10.45એ ઓપરેશન શરૂ કરી વહેલી સવારના 3.30 વાગ્યે પૂર્ણ કર્યું હતું. ધરપકડથી બચવા સલમાન લસ્સીએ PI સોઢા પર ચપ્પુથી હુમલો કરતાં PIને સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શીને આરપાર નીકળી ગઈ હતી. કુખ્યાત સલમાન લસ્સી હોસ્પિટલમાં પોક મુકીને રડતો નજરે પડ્યો હતો. સલમાન લસ્સી છેલ્લા કેટલાક દિવસથી નવસારીના ડાભેલ ખાતે તેની પત્નીના પિયરના ઘરે છુપાયેલો હતો. સલમાન લસ્સી ફાયરિંગ કેસની સંપૂર્ણ વિગત વાંચવા અહિં ક્લિક કરો

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!