અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયતસિંહ ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેને માર્ચ મહિનામાં શરતો સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જે શરતો મુજબ દેવાયત ખવડે કોઈ પણ ક્રિમીનલ કેશમાં સંડોવાવું નહીં, પરંતુ તાલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરતા તેને દેવાયત ખવડના આગોતરા જામીન રદ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને દેવાયત ખવડને 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવા હુકમ કર્યો છે. જામીન પર છૂટ્યા બાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો
આરોપી તરફે રજૂઆત કરાઈ હતી કે, એક વખત જામીન અપાયા બાદ અસામાન્ય સંજોગો સિવાય જામીન રદ કરી શકાય નહીં. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ આગોતરા જામીન પર છૂટ્યા બાદ પણ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો છે. તેને મારી નાખવાની કોશિશ કરી છે. તેને ધમકી આપીને જામીનની શરતોનો ભંગ કર્યો છે. આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. દેવાયત ખવડે 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડશે. 8 લાખ રૂપિયામાં લોક ડાયરાનું આયોજન કર્યું હતું
ચાંગોદરમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ લખાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરી, 2025 ના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવ્યા હતા. તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને 8 લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીના ભત્રીજાએ રોકડા 8 લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા. પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા નહોતા. આમ દેવાયત ખવડે એક તરફ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ના થઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. વળી ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દેવાયત ખવડે ફરિયાદી સાથે ભોજન પણ લીધું હતું
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેવાયત ખવડ આવવાનો હોવાથી તેમને અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા. તેમ જ સ્ટેજ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. દેવાયત ખવડે ફરિયાદીના ફાર્મ હાઉસ ઉપર સાથે ભોજન પણ લીધું હતું અને પ્રોગ્રામની જગ્યા પણ જોઈ હતી. પ્રોગ્રામની રાત્રે 11:30 કલાક સુધી દેવાયત ખવડ આવ્યા નહોતા. દેવાયત ખવડ અને તેમનો PA પણ ફોન ઉપાડતો ન હતો. તેઓ બે વાગ્યા સુધી આવ્યા ન હતા. રાત્રે ત્રણ વાગે ફરિયાદી ઉપર દેવાયત ખાવડનો સામેથી ફોન આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ
બેનરો લાગી ચૂક્યા હોવાથી અને રૂપિયા લઈ લીધા હોવા છતાં દેવાયત ખવડ ન આવવાથી સમાજમાં પોતાની બદનામી થઈ હોવાનું ફરિયાદીએ જણાવી દેવાયત ખવડે ગુસ્સે થઈને તેમને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ આપી હતી. જેમાં તેમના ડ્રાઇવર પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. શું હતો બનાવ?
ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેકવાર ટક્કર મારી હતી. ત્યાર બાદ ગાળો ભાંડી લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી. ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા, ત્યાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો બહાર આવતાં જ સનસનાટી મચી ગઈ હતી. મોડીરાત્રે પોલીસે દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ હતી. ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા ખુદ તાલાલા દોડી આવ્યા હતા. બંને વચ્ચે શું છે જૂની અદાવત?
નોંધનીય છે કે સનાથલ ગામ ખાતે ગઈ 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતાં તેની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદથી બંને જૂથ વચ્ચે વેરનાં બીજ રોપાયાં હતાં. વિવાદ અને દેવાયત ખવડને જૂનો નાતો છે. આ પહેલાં પણ દેવાયત ખવડ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે…. દેવાયત ખવડ-મયૂરસિંહ રાણાનો વિવાદ
રાજકોટના બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા પર દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ ધોકા-પાઇપ લઈ તૂટી પડ્યો હતો. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. 10મા દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. દેવાયત અને મયૂરસિંહનો વચ્ચેનો ઝઘડો જૂનો છે. અદાંજે નવેમ્બર-2021માં મયૂરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયા હતા ત્યારે દેવાયત ખવડ સાથે કાર પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો, જોકે જે-તે સમયે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને સમાજના મોભીઓએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે વિવાદ
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને દેવાયત ખવડ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ જામ્યો હતો. વિવાદ ગુજરાતી સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડમાં રહ્યો હતો. આખરે બંનેએ સમાધાન કરી લીધું હતું. બ્રિજરાજદાન ગઢવી સાથે વિવાદ
રૂપલમાં એક ડાયરામાં લોકકલાકાર બ્રિજરાજદાન ઈસરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે એ દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈસરદાનનું લોહી છું સાહેબ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઊતરીને માફી માગી લે છે.’ એ અંગેનો વીડિયો વાઇરલ થયા બાદ દેવાયત ખવડે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘મર્દાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પુરાવા માઇકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળાં નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય છે.’ બાદમાં મઢડા સોનલધામ ધર્મ સ્થાનક બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું હતું આ પણ વાંચો: દેવાયત ખવડે ‘પૂજા પંડ્યા’ બનીને મેસેજ કર્યા? FSLની ટીમે પુરાવા ભેગા કર્યા સરદાર પટેલ વિશે અપમાનજનક બોલી વિવાદમાં આવ્યા
દેવાયત ખવડે સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને અપમાન કર્યું હતું. વીડિયો વાઇરલ થયા પછી લોકો પણ ભારે ગુસ્સે ભરાઈ ગયા હતા. આ નિવેદન પછી માત્ર પટેલ સમાજ નહીં, પરંતુ અનેક સમાજના લોકોએ દેવાયત ખવડના નિવેદનનો વિરોધ કર્યો હતો. પૂર્વ CM રૂપાણીના વાઇરલ વીડિયોની ઉડાવી હતી મજાક
થોડો સમય પહેલાં પૂર્વ CM વિજય રૂપાણીનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં ‘ફ્રાય ફ્રેંચી’ શબ્દ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. એ સમયે દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરતા કહેતા હતા કે ‘અમને તો એમ હતું કે જમી લીધું હશે, તમે બાકી હોય તો હાલોને ફ્રાય ફ્રેંચી ખવડાવું.’ આ પણ વાંચો: દેવાયત ખવડનો તાલાલામાં ધ્રુવરાજસિંહ પર હુમલો, બંદૂક બતાવી માર માર્યો