ભુજ એ.પી.એમ.સી. ચેરમેન શ્રી શંભુભાઇ જરૂ એ કૃષિ રાહત

પેકેજને આવકારી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો

કમોસમી વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને થયેલા નુકશાન બાદ રાજ્ય સરકાર ધરતીના તાતની પડખે ઉભી રહીને જે ઐતિહાસિક કૃષિ રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે તેને ભુજ એ.પી.એમ.સી. ચેરમેન શ્રી શંભુભાઇ જરૂએ આવકારી હતી.

શંભુભાઇએ કચ્છના ખેડૂતોવતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના ઉભા મોલને ભારે નુકશાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. પરંતુ સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ ત્વરીત અને ઝડપી નિર્ણય લઇને ૧૦ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ છે. આ આર્થિક પેકેજ તથા રૂ.૧૫ હજાર કરોડના ખર્ચે ટેકાના ભાવે જણસોની ખરીદી ખેડૂતોને મદદરૂપ બની રહેશે. ખેડૂતને ૨ હેક્ટર સુધીની મર્યાદામાં કુલ રૂ.૪૪ હજારની સહાય મળશે. તેમણે રૂ. ૧૦ હજાર કરોડના કૃષિ રાહત-સહાય પેકેજ બદલ ખેડૂતોવતી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!