તા. ૧૩/૧૧/૨૦૨૫, ગુરુવાર ના રોજ, પાળીયાદ ખાતે પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં, ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ (સામાજિક ન્યાય તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ) શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શનાર્થે પધાર્યા હતા.

આ પવિત્ર પ્રસંગે મહાનુભાવોએ પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે શુભેચ્છા મુલાકાત લીધી.
પછી તેમણે શ્રી બણકલ ગૌશાળા, અશ્વશાળા અને સંત નિવાસ (કૈલાશ) ની મુલાકાત લીધી હતી, જ્યાં સર્વત્ર રહેલી સ્વચ્છતા, સુવ્યવસ્થા અને સેવા ભાવના જોઈને તેમણે હર્ષ વ્યક્ત કર્યો તથા સમગ્ર વ્યવસ્થાને વધાવી હતી.
આ પ્રસંગે સાથે નીચેના આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી
૧.જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઇ પટેલ
૨.જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પાલજીભાઇ પરમાર
૩.જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી વિનુભાઇ સોલંકી
૪.રાણપુર APMC ચેરમેન શ્રી કિશોરભાઇ ધાધલ
૫.અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્યશ્રી કમલેશભાઇ સોલંકી
શ્રી વિહળધામ – પાળીયાદ ધામમાં આ ઉપસ્થિતિ સૌ માટે પ્રેરણારૂપ બની રહી.
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
