
ઓખાના મારૂતિનગર વિસ્તારનો ચકચારી બનાવ 3 મહિના પૂર્વે કોર્ટમેરેજ કર્યા બાદ રીસામણે જતી રહેલી પત્નીનાં માવતરે જઈને શરીરે પેટ્રોલ છાંટી પતિનો અગનખેલ
જામ ખંભાળિયા, : ઓખામાં રહેતી એક યુવતીએ આ જ વિસ્તારના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા પછી કોઈ બાબતે બંને અલગ થઈ ગયા હતાં. પરંતુ બે દિવસ પૂર્વે યુવાને પોતાના સાસુના ઘરે આવીને પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી લીધા બાદ પત્નીને પણ બાથ ભીડતા આ દંપતી ઉપરાંત બચાવવા જતા સાસુ પણ દાઝી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
વિગત મુજબ ઓખામાં મારૂતિનગર પાછળના ભાગે રામદેવપીરના મંદિર પાસે રહેતા મીનાબેન વિરજીભાઈ ચૌહાણની 23 વર્ષની પુત્રી ઉમલાએ ત્રણેક માસ પૂર્વે ઓખામાં કાર્બન સોસાયટી ખાતે રહેતા જય સુરેશભાઈ બારીયા નામના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. થોડા દિવસો સુધી બંને સાથે રહ્યા બાદ ઉમલા અને જયનેગૃહકંકાશ થયો હતો.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/husband-beats-wife-with-fire-extinguisher-mother-in-law-also-gets-burnt-20842269672.html |
