નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બિહાર ચૂંટણી પરિણામો હતા. NDAએ 200થી વધુ બેઠકો સાથે રેકોર્ડબ્રેક વિજય મેળવ્યો. બીજા મોટા સમાચાર શ્રીનગના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટ અંગેના રહ્યા, જેમાં 7 લોકોનાં મોત થયા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ઝારખંડ હાઈકોર્ટની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ભાવિ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત હાજરી આપશે. 📰 કાલના મોટા સમાચારો 1. બિહારમાં NDA સરકાર, તેજપ્રતાપ હાર્યા, બોલ્યા- તેજસ્વી ફેલસ્વી છે:મોદી વિશ્વના સૌથી મજબૂત નેતા, જયચંદોએ RJDને ખોખલું કર્યું બિહાર ચૂંટણીની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો સાથે NDA રેકોર્ડબ્રેક જીત તરફ છે, જ્યારે મહાગઠબંધનના ખાતામાં 34 બેઠકો આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ‘X’ પર લખ્યું- આ સુશાસનની જીત છે. NDAને 2020ની સરખામણીમાં 75થી વધુ બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે, તો વળી મહાગઠબંધનને લગભગ એટલી જ બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લી વખત 43 બેઠકો સુધી સીમિત JDUની ઝોળીમાં આ વખતે 80+ બેઠકો છે. તો વળી 89 બેઠકો સાથે BJP સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. RJD 24 સીટો પર આગળ ચાલી રહી છે. મોટા ચહેરાઓમાં રાઘોપુરથી તેજસ્વી યાદવ આશરે 12 હજાર વોટથી જીતી ગયા છે. તેજપ્રતાપ યાદવ મહુઆથી ચૂંટણી હારી ગયા છે. તેમની પાર્ટી JJD એ હાર પછી ફેસબુક પર પોસ્ટ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બિહારની જીતથી મોદીનો મમતાને પડકાર:કહ્યું- ગંગા બિહારમાંથી વહીને બંગાળ પહોંચે છે, ત્યાં પણ જંગલરાજ ખતમ કરીશું; કોંગ્રેસ હવે મુસ્લિમલીગી માઓવાદી બની ગઈ છે શુક્રવારે ભાજપે દિલ્હીમાં તેના હેડક્વાર્ટરમાં બિહારમાં NDAની જીતની ઉજવણી કરી. 42 મિનિટના ભાષણમાં, વડાપ્રધાને કહ્યું, “બિહાર કે લોગો ને ગર્દા ઉડા દીયા હૈ. હવે ‘કટ્ટા’ સરકાર ક્યારેય પાછી નહીં આવે.” તેમણે છઠી મૈયાનો જયકાર પણ કર્યો. તેમણે કહ્યું કે જે લોકો છઠ પૂજાને નાટક કહી શકે છે, તેઓ બિહારનું સન્માન કેવી રીતે કરશે? આ દરમિયાન તેમણે કોંગ્રેસ, આરજેડી, પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુની ચૂંટણીઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભાજપ બંગાળમાં પણ સરકાર બનાવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી પાર્ટી બની ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દિલ્હી બ્લાસ્ટ: હરિયાણાના નૂહથી એમોનિયમ નાઈટ્રેટ ખરીદવામાં આવ્યું હતું:તેમાંથી બોમ્બ બનાવવામાં આવ્યો હતો, દુકાનદારની પણ અટકાયત; આતંકવાદી ઉમરનું ઘર ઉડાવી દીધું દિલ્હી વિસ્ફોટ હવે હરિયાણાના નૂહ (મેવાત) જિલ્લાના પિંગવાન વિસ્તાર સાથે જોડાયો છે. વિસ્ફોટની તપાસ કરી રહેલી દિલ્હીની તપાસ એજન્સીએ ખાતરના વેપારી દિનેશ સિંગલા ઉર્ફે ડબ્બુની પૂછપરછ માટે અટકાયત કરી છે. એવો આરોપ છે કે ડબ્બુએ અલ-ફલાહ યુનિવર્સિટીના ડૉ. મુઝમ્મિલ શકીલને એમોનિયમ નાઈટ્રેટ કોઈ પણ રેકોર્ડ વિના સપ્લાય કર્યું હતું, જોકે તેની પાસે એમોનિયમ નાઈટ્રેટ રાખવાનું લાઇસન્સ નહોતું. એવું કહેવામાં આવ્યું હતું કે વિસ્ફોટ તૈયાર કરવામાં આ એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. જમ્મુ અને કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7નાં મોત; ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મી જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશનની અંદર શુક્રવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે એક મોટો વિસ્ફોટ થયો. જેમાં 7 લોકોનાં મોત થયા છે. જ્યારે 27 લોકો ઘાયલ થયા છે તેમાં મોટાભાગના પોલીસકર્મીઓ-ફોરેન્સિક અધિકારીઓ સામેલ છે. વિસ્ફોટ બાદ વિસ્તારમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી વિસ્ફોટની તપાસ ચાલી રહી હતી: 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ નૌગામ વિસ્તારમાં ચાલી રહી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસનું કહેવું છે કે જપ્ત કરાયેલા એમોનિયમ નાઈટ્રેટની તપાસ માટે ફોરેન્સિક ટીમ પહોંચી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. શેખ હસીના પર ચુકાદો આવે તે પહેલાં બાંગ્લાદેશમાં હિંસા:એક જ દિવસમાં 32 વિસ્ફોટ, ડઝનબંધ બસોમાં આગચંપી; ઢાકામાં 400 અર્ધલશ્કરી દળો તહેનાત બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ કોર્ટના ચુકાદા પહેલા હિંસા વધી ગઈ છે, જેના વિરોધમાં તેમની અવામી લીગ પાર્ટીએ દેશવ્યાપી લોકડાઉનની માગણી કરી છે. તેના જવાબમાં, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના કાર્યકરો ગુરુવારે ઢાકાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને કેટલીક જગ્યાએ સરઘસ પણ કાઢ્યા હતા. અલ-જઝીરાના અહેવાલ મુજબ, બુધવારે 32 બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં ડઝનબંધ બસોમાં આગ લાગી હતી. ગુરુવારે રાત્રે ઢાકા એરપોર્ટ નજીક વધુ બે બોમ્બ વિસ્ફોટ થયા હતા, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. બિરસામુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનું પરંપરાગત રીતે આમંત્રણ:PM મોદી આજે ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે છે. આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત રીતે આમંત્રણ આપવા તાલુકામાં પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. આ પ્રભાતફેરીમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી, સહકારમંત્રી ઇશ્વર પટેલ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ભાજપપ્રમુખ નીલ રાવ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જ્યારે આજે સવારે DyCM સંઘવીએ વડાપ્રધાનના કાર્યક્રમની લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમરેલી 13.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, લોકો ઠુંઠવાયા:ગુજરાતમાં શિયાળાની જમાવટ, અમદાવાદમાં 16.5 ડિગ્રી સાથે ઠંડીનો અહેસાસ, આવતા સપ્તાહથી ઠંડી વધવાની શક્યતા ગુજરાતમાં શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગત રોજ સૌથી ઠંડું શહેર અમરેલી નોંઘાયું છે. અહીં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 13.2 ડિગ્રીએ પહોંચ્યો છે. આ સાથે નલિયા 13.5 ડિગ્રી સાથે બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કોંગ્રેસના આરોપ-RSS માટે પાકિસ્તાની કંપની કામ કરી રહી છે:RSSનો વળતો પ્રહાર- અમે ભારત માટે કામ કરીએ છીએ, કોઈ લોબિંગ ફર્મને હાયર કરી નથી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં તખ્તાપલટના 1.5 વર્ષ પછી ચૂંટણી યોજાશે:વચગાળાના PM મોહમ્મદ યૂનુસની જાહેરાત; 4 દિવસ પછી શેખ હસીનાને સજા સંભળાવવામાં આવશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : કર્ણાટકમાં શેરડીના ખેડૂતોનું આંદોલન હિંસક બન્યું:100થી વધુ ટ્રેક્ટર સળગાવી દીધા; ખેડૂતોએ શેરડી ટન દીઠ ભાવ ₹3300ની માંગ કરી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પ સાથે સંબંધો સુધારવા માટે પાકિસ્તાને કરોડો ખર્ચ્યા:નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા; એક સમયે ટ્રમ્પે પાકિસ્તાનને કપટી દેશ કહ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ભારત G-20માં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહ્યું છે:મૂડીઝે 2027 સુધીમાં અર્થતંત્રમાં 6.5% વૃદ્ધિની આગાહી કરી; યુએસ ટેરિફની કોઈ અસર થશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ટિમ સાઉથી KKRના બોલિંગ કોચ તરીકે નિયુક્ત:IPLમાં 5 ટીમ માટે રમ્યો, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 770 વિકેટ લીધી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર : આજે ઉત્પત્તિ એકાદશી:કારતક મહિનાના વદ પક્ષના 11મા દિવસે દેવી એકાદશી પ્રગટ થયા હતા, ભગવાન વિષ્ણુ-મહાલક્ષ્મીનો અભિષેક કરો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે 10 કૂતરાઓ સાથે દોરડા કૂદવાનો વિશ્વ રેકોર્ડ ચીનના ઝુ યોંગમિંગે પોતાના 10 કૂતરાઓ સાથે એક મિનિટમાં 25 વખત દોરડા કૂદકો મારીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. યોંગમિંગ એક વ્યાવસાયિક ટ્રેનર છે અને ભવિષ્યમાં વિવિધ પ્રાણીઓ સાથે સમાન રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર એનાલિસિસ : નીતિશની ‘રેવડી’ હિટ, મહાગઠબંધન આંતરિક લડાઈમાં ડૂબ્યું:મહિલાઓને 10,000 આપવા ગેમચેન્જર, 10 ફેક્ટર, જેણે NDAની હવા ઊભી કરી 2. ફ્રિજ બ્લાસ્ટ તમારા ઘરને ભસ્મીભૂત કરી દે એ પહેલાં ચેતો:સંકેતોને ઓળખો; જાણો કેવી પરિસ્થિતિમાં ફ્રિજ ફાટે છે; જાળવણી માટે નિષ્ણાતો આપે છે 12 ટિપ્સ 3. ફિલ્મી ફેમિલી : નિકાહ બાદ હેમા માલિની કેમ સાસરે ‘દેઓલ’ હાઉસ ગયાં નહીં?:ધર્મેન્દ્ર ગુપચુપ કોના બેડરૂમમાં ઘૂસી ગયા હતા? એક્ટરે પાર્ટીમાં દારૂડિયા એક્ટરને તમાચો ઝીંકી દીધો 4. છૂટાછેડા-5 : ‘ધર્મના ભાઈ સાથે પત્ની હોટલમાં જતી’:’પત્નીના ફોનમાં કોઇનો મેસેજ આવ્યો, આપણી દીકરી શું કરે છે?’, ‘આજે 10માંથી 4 કિસ્સા એક્સ્ટ્રા મેરિટલ અફેરના’ 5. ગ્રાઉન્ડ રિપોર્ટ : કાલે ચૈતર વસાવાના વિસ્તારમાં મોદી:મોદી જેનાં દર્શન કરશે એ દેવ મોગરા માતાજીનું મંદિર જુઓ; શું છે આદિવાસીઓની સમસ્યા ને અપેક્ષા 6. ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકી કેવું ઝેર બનાવવાના હતા?:રાઈના દાણા જેટલું પણ શરીરમાં જાય તો મોત; લિવર, કિડની, આંતરડાંને ખતમ કરે 7. ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકી કેવું ઝેર બનાવવાના હતા?:રાઈના દાણા જેટલું પણ શરીરમાં જાય તો મોત; લિવર, કિડની, આંતરડાંને ખતમ કરે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: કુંભ રાશિના લોકોને ધનલાભની સ્થિતિ બની રહી છે; તુલા જાતકોને કોઈ ખુશખબર મળી શકે છે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!