ભુજમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના નામે સ્થાનિક સાથે પરપ્રાંતીય લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાની અનેક ઘટનો બાદ પણ આ સિલિસલો ચાલુ રાખતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. એલસીબીએ એકની અટકાયત કરી અન્ય ચારની સંડોવણી ખુલી પાડી છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર એક લાખના બદલે પાંચ લાખ અને સસ્તા ભાવે સોનાની ઓફર કરીને છેતરપિંડી કરતા હતા. 1.14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ‘એકના ડબલ’ અને સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. LCBએ મુખ્ય આરોપી અજરુદ્દીન કાસમશા શેખની ધરપકડ કરી તેની પાસેથી રૂ. 99.30 લાખની સાચી-ખોટી ચલણી નોટો, 11 નકલી સોનાના બિસ્કિટ, એક સાચું સોનાનું બિસ્કિટ અને રોકડ સહિત કુલ રૂ. 1.14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુકતા
આ ગેંગ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર અલગ-અલગ આઈડી બનાવીને સક્રિય હતી. તેઓ ભારતીય ચલણી નોટોના બંડલો (જેમાં પ્રથમ નોટ સાચી અને બાકીની કોરી હોય) અને સસ્તા સોનાના બિસ્કિટના વીડિયો બનાવી વાયરલ કરતા હતા. આ વીડિયો દ્વારા તેઓ લોકોને એક લાખના પાંચ લાખ કરવા અથવા બજાર ભાવ કરતાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપતા હતા. બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી
LCB પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર. જેઠી અને પીએસઆઇ જે.બી. જાદવે આવા ગુનાઓ અટકાવવા અને આરોપીઓને પકડવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, ભુજના સરપટનાકા પાસે શેખ ફળિયામાં રહેતા રમજુશા કાસમશા શેખ, અજરુદ્દીન કાસમશા શેખ અને અલીશા કાસમશા શેખ ચીટિંગ કરવાની ટેવવાળા છે. તેઓ સોશિયલ મીડિયા પર લોભામણા વીડિયો બનાવી લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી રહ્યા છે. એક આરોપી ઝડપાયો, ચાર ફરાર
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અજરુદ્દીન કાસમશા શેખ (ઉં.વ. 26)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કુલ રૂ. 99,30,000ની સાચી અને ખોટી ભારતીય ચલણી નોટો, 11 સોના જેવી ધાતુના નકલી બિસ્કિટ, મોબાઈલ ફોન, સિમકાર્ડ, રૂ. 2,13,400 રોકડા અને 12,70,000ની કિંમતનું એક સાચું સોનાનું બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે અજરુદ્દીન કાસમશા શેખ ઉપરાંત રમજુશા કાસમશા શેખ, અલીશા કાસમશા શેખ, શેખડાડા (રહે. અંજાર) અને સુલતાન લંધા (રહે. ભુજ) વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ‘પોલીસે શંકાસ્પદ ઇસમોના ઘરે તપાસ કરી’
આ અંગે નાયબ પોલીસવડા એમ.જે. ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, ભુજ અને પશ્ચિમ વિભાગમાં ભૂતકાળમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના આધારે અનેકવાર છેતરપિંડીના બનાવો બની ચુક્યા છે. ત્યારે આ પ્રજારનાં ગુનાઓ બનતા અટકાવવા પોલીસ વડાની સુચનના આધારે એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ટીમના જીવરાજ ગઢવી અને શક્તિદાન ગઢવીને મળેલી બાતમીના આધારે ભુજના સરપટ ગેટ વિસ્તારમાં રહેતા શંકાસ્પદ ઇસમોના ઘરે તપાસ કરતા ઘરના સેટી પલંગ અંદરથી 200-500ના ચલણની સાચી-ખોટી નોટના બંડલ તથા 12માંથી 11 ખોટા સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. ’11 ખોટા અને એક અસલી સોનાનું બિસ્કિટ મળ્યું’
એમ.જે. ક્રિશ્ચિયને વધુમાં જણાવ્યું કે, આ સમયે અઝરૂડીન કાસમસા શેખ હાજર મળી આવ્યો હતો. જ્યારે તેના બે ભાઈ રમઝુસા અને અલીસા સાથે અન્ય બે આરોપીની શોધ શરૂ કરવામાં આવી છે. આ લોકો સામે પહેલા પણ છેતરપિંડી, લૂંટ અને મારામારીની પોલીસ ફરિયાદ દુધઈ મથકે નોંધાયેલી છે. આરોપીઓ ચિલ્ડર્ન બેંકની છાપેલી નકલી નોટો ઉપર એક નોટ અસલી દેખાડી તેના વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા હતા અને લોકોને છેતરવા પ્રયાસ કરતા હતા. આરોપીના ઘરેથી 11 ખોટા અને એક અસલી સોનાનું બિસ્કિટ મળી આવ્યું હતું.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!