Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં ચાલુ ફરજે મૃત્યુ પામનારા કર્મચારીના વારસદારને લાંબા સમયથી આશ્રિત તરીકે નોકરી મળતી નથી પણ ચાલુ ટર્મમાં અવસાન પામેલા કોર્પોરેટરોના વારસદારોને  ઝડપથી પાલિકામાં નોકરી મળે છે. પાલિકામાં આશ્રિતની નોકરી માટે રાજકારણીઓ અને કર્મચારીઓ માટે જુદા નિયમો હોવાનું જણાવી મૃતકના આશ્રિતોને નોકરી આપવા માટેની માંગણી કરવામાં આવી છે. 

સુરત પાલિકા દ્વારા પાલિકામાં ચાલુ ફરજે મૃત્યુ પામનારા કે અનફીટ થયેલા કર્મચારીના વારસદારને આશ્રિત તરીકે નોકરી માટે ઠરાવ કરવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી આશ્રિત તરીકે નોકરી આપવામાં આવતી નથી તેથી આવા પરિવારજનોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ આ ટર્મમાં પાલિકાના કોર્પોરેટર ગેમર દેસાઈનું અવસાન થયું હતું તો થોડા જ સમયમાં તેમના પુત્રને પાલિકામાં આશ્રિત તરીકે નોકરી આપી હતી.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!