સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે. છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે. ત્યારે ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો. આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા હતા અને એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેને લઈને સુરતથી 30 કારનો કાફલો લઈને પાટીદારો દેવળીયા ગામ જવા માટે રવાના થયા છે. સવારે દેવળીયા ગામ પહોંચીને પીડિત પરિવારને હૂંફ આપશે અને બપોર બાદ લોક સંવાદ યોજાશે. જેમાં પોલીસ અધિકારી પણ ખેડૂતોને મળશે. સુરતના પાટીદારો 30 કારના કાફલા દેવળીયા રવાના થયા
ભાવનગરના દેવળીયા ગામમાં તાજેતરમાં ખેડૂત દંપતિ પર થયેલા હુમલાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બનાવના પડઘા દૂર દૂર સુધી પડ્યા છે, જેના પરિણામે ખેડૂત પરિવારને નૈતિક ટેકો આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સુરત ખાતે રહેતા અને સૌરાષ્ટ્ર સાથે સંબંધ ધરાવતા પાટીદાર સહિતના લોકોમાં આ ઘટનાને કારણે દુઃખની લાગણી ફેલાઈ છે. પરિણામે, ખેડૂત દંપતિને અને સમગ્ર ગામને હૂંફ અને આશ્વાસન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરતથી એક મોટું જૂથ મોડી રાત્રે દેવળીયા ખાતે રવાના થયું હતું. અહેવાલો મુજબ, 30 કારના કાફલા સાથે આ લોકો દેવળીયા રવાના થયા હતા. બપોરે 3:30 કલાકે દેવળીયા ગામે “લોક સંવાદ” કાર્યક્રમ
આ ગંભીર પરિસ્થિતિ અને ખેડૂતોની સુરક્ષાના પ્રશ્નને ધ્યાનમાં રાખીને આગામી શુક્રવાર તા. 21 નવેમ્બર 2025 ના રોજ બપોરે 3:30 કલાકે દેવળીયા ગામ ખાતે એક વિશેષ “લોક સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં સમરસતાની ભાવના જળવાઈ રહે અને ગ્રામીણ જીવન જીવંત રહે તેવા ઉમદા હેતુથી આ ‘ખેડૂત લોક સંવાદ’ યોજાઈ રહ્યો છે. આ સંવાદ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહેશે, જેઓ હુમલાનો ભોગ બનેલા ખેડૂત પરિવારને અને ગામના લોકોને કાયદાકીય સુરક્ષા અને વહીવટી તંત્ર તરફથી હૂંફ અને ખાતરી આપશે. પીડિત પરિવારની સાથે એકજૂથ થઈને ઊભા રહેશે
દેવળીયા ગામની આજુબાજુના ગામના લોકો પણ આ સંવાદમાં મોટી સંખ્યામાં હાજરી આપવાના છે, જે દર્શાવે છે કે તેઓ મુશ્કેલીની આ ઘડીમાં પીડિત પરિવારની સાથે એકજૂથ થઈને ઊભા છે. આ ‘લોક સંવાદ’ દ્વારા ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરીને ખેડૂત સુરક્ષા અને સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ‘સૌરાષ્ટ્રના ગામડાઓને જીવંત કરવાનો પ્રયાસ’: વિજય માંગુકિયા
પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, અનેક વખત આવી ઘટનાઓ દિવાળી પછી છેલ્લા એક મહિનાની અંદર બની છે. ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓને જીવંત કરવાના પ્રયાસના ભાગરૂપે જનક્રાંતિ માટે અને ગામડાઓને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે અમે અહીંયાથી 30 જેટલી ગાડીઓ જે દેવળીયા ગામની અંદર ઘટના બની છે એની અંદર લોકોને આજુબાજુના લોકોને હૂંફ પૂરી પાડવા અને પોલીસ પ્રશાસન પણ આટલો અમને સહયોગ આપી રહી છે. ‘ગામના લોકોને હૂંફ પૂરી પાડીશું’
સવારમાં ત્યાં દેવળીયા ગામની અંદર પરિવારને મળી અને પરિવારને હૂંફ પૂરી પાડશું અને બપોર બાદ 3:30 ના સમયે આજુબાજુના ગામના, તાલુકાના લોકો અને ખેડૂતો એક સાથે ભેગા મળે અને ખેડૂતોને જે પજવણી કરતા લોકો છે, જે લુખ્ખાઓ છે, જે ગામની જે વ્યવસ્થા બગાડી રહ્યા છે એવા લોકોને ડામવા માટે અને ગામડાઓની અંદર સમરસતા જળવાઈ રહે, ગામડાના લોકોમાં એક ભાવ પ્રગટ થાય એવી વાત કરવા માટે અને ગામના લોકોને હૂંફ પૂરી પાડીશું. શું છે સમગ્ર ઘટના?
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા તે વેળાએ તેના જ ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માંગણી ગમારા કુટુંબના મઢ માટે કરી હતી. જ્યારે મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ 12 ફૂટ જગ્યા આપેલી હોય તે છતાં પણ અડધા પ્લોટની માંગણી ન સ્વીકારતા ગભા ખેંગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાય જય લાફો મારી ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો આપી હતી અને સાથે તેના સાથે આવેલા કુલદીપ ગભાભાઈ ગમારા, ઇન્દુ ભગુભાઈ ગમારા, રતા ઇન્દુભાઇ ગમારા, માતર રામાભાઇ ગમારા, સુરેશ ખેંગારભાઈ ગમારા, રતાભાઈ ઇન્દુભાઇ ગમારાનો મોટો દીકરો, વિરમભાઈ ખેંગાભાઇ ગમારાનો નાનો દીકરો, બધાએ એક સંપ થઈ તો ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાના પ્લોટમાં જઈ ઘણ વડે દીવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં કુટુંબીજનો સાથે ફરિયાદ નોંધાવી હતી. 17 નવેમ્બરના રોજ સુરતના મોટા વરાછા વિસ્તારમાં પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઈ હતી 17 નવેમ્બર 2025 ને સોમવારે સાંજે 8:30 કલાકે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ (સારથી એવન્યુ, L.P. સવાણી સ્કૂલ પાસે) ખાતે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્ત્વની મિટિંગ યોજાઈ હતી, જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. વાંચો સમગ્ર સમાચાર 5 નવેમ્બરના અમરેલીના ફૂલઝર ગામે પાટીદારો પર અસામાજિક તત્ત્વોન હિંસક હુમલો અમરેલીના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત જ્યારે 10 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. એમાં 29 પાટીદાર સામે નામજોગ ફરિયાદ થઈ છે. આ ફરિયાદમાં બે એવા લોકોનાં નામ હતા જેમાંથી એક હોટલમાં અને એક હોસ્પિટલમાં દાખલ હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7 ઓગસ્ટ 2025ના રોજ વલ્લભીપુરમાં પાટીદાર ખેડૂત પર હુમલો ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં આવેલા કાળાતળાવ ગામમાં 7 ઓગસ્ટ, 2025ના રોજ અરજણભાઈ દિહોરા નામના વૃદ્ધ પાટીદાર પર ત્રણ લોકોએ કોદાળીના હાથાથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ ભભૂક્યો હતો. જેથી ઘટનાની રાત્રે સુરતમાં બે હજાર પાટીદારોની તાત્કાલિક બેઠક મળી હતી. જેમાં કાળાતળાવ ગામ જઈને જંગી સભા યોજવાનું નક્કી કરાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!