વડોદરાઃ વડોદરાના છાણી વિસ્તારના એક યુવકે અહીંથી બેઠાબેઠા યુએસમાં ડોલરની હેરાફેરી કરવાના કામમાં ફસાઇ જતાં તેનું અપહરણ કરી રિવોલ્વર બતાવી ધમકી આપવાનાર હર્ષિલ રબારી સહિત છ સામે ગુનો નોંધાયો છે.ઇન્ટરનેશલ કોલ સેન્ટરના આરોપી સ્વયંને તેણે કામ સોંપ્યું હોવાની વિગતો ખૂલી છે.
છાણીના નવાપુરા ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા કર્મવીર પટેલે પોલીસને કહ્યું છે કે,નડિયાદના મારા મિત્ર હર્ષિલ રબારીએ મને યુએસમાં ડોલર પિકઅપ કરી બીજે પહોંચાડવાના કામ માટે કમિશન આપવાની ઓફર કરી તૈયાર કર્યો હતો.ઓગસ્ટ-૨૦૨૪માં મેં પાંચ ટ્રાન્જેક્શન પણ કર્યા હતા.
આ દરમિયાન હર્ષિલે મને કેલિફોર્નિયાથી ૯૧૦૦૦ ડોલર પિકઅપ કરવાનું કામ સોંપ્યું હતું.
