તારીખ 26-11-25 બુધવારના રોજ ઐઠોર ગામે નવીન બનાવેલ મંદિર શ્રી ચતુર્દંર્શિય (ચારમુખી) હનુમાનજીએ ભવ્ય રીતે સંગીત સાથે ધામધૂમથી પાટોત્સવ ઉજવાયો.

પ્રખ્યાત કર્મકાંડી શ્રી જીજ્ઞેશભાઈ મહારાજના હસ્તે દિવસભર ચાલેલા આ શ્રી મારુતિયાગ યજ્ઞના ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી યજ્ઞ અને દર્શનનો દિવ્ય લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

ખાસ તો લેઉવા પાટીદાર સમાજના પરિવારો માટે ટોડાના હનુમાનજીના નામે પ્રચલિત આ મંદિર ભારે શ્રદ્ધાનું કેન્દ્ર છે.

પૃથ્વી પરના એકમાત્ર મનાતા આ ચારમુખી હનુમાનજીની 4 વર્ષ પહેલા ભારે ધામધૂમથી અનેક ધાર્મિક-સાંસ્કૃતિક અને જીવદયાના સેવાકીય પોગ્રામો સાથે પ્રતિષ્ઠા થઇ હતી.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!