ગુજરાત સરકારે વર્ષ 2026 માટે સરકારી કર્મચારીઓ અને બેંકોની રજાઓની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. આ વખતે કુલ 23 જાહેર રજાઓ, 33 મરજિયાત રજાઓ (જેમાંથી મહત્તમ 3 પસંદ કરી શકાય) તથા બેંકો માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ 18 રજાઓ નક્કી કરવામાં આવી છે. જ્યારે દિવાળી, મહાશિવરાત્રિ અને પરશુરામ જયંતીની રજા રવિવારે આવે છે. જાન્યુઆરી, ડિસેમ્બર અને જૂનમાં 3 દિવસનું બ્રેક થયા વિનાનું લોંગ વીકેન્ડ મળશે. જ્યારે એપ્રિલથી લઈ ઓક્ટોબર દરમિયાન જો વચ્ચે એક દિવસની રજા મૂકવામાં આવે તો 5 લોંગ વીકેન્ડ મેળવી શકશો જો જાહેર રજા રવિવારે આવે તો તેની બદલે અલગ રજા મળશે નહીં, સતત બે દિવસની મરજિયાત રજા મંજૂર થશે નહીં અને આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને મરજિયાત રજા તાત્કાલિક મળશે નહીં – આવી સ્પષ્ટ સૂચનાઓ પણ વિભાગે આપી છે. રજાનું આખુ લિસ્ટ અહીં વાંચવા માટે અહીં ક્લિક કરો
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!