પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબીશન લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. દરમ્યાન હકીકત મળેલ કે, રાધનપુર પો.સ્ટે. વિસ્તારના ચલવાડા ગામની સીમમાં રેલ્વે ફાટક નજીક આવેલ પડતર જગ્યામાં કેટલાક ઇસમો રાત્રી દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો મુદામાલ ટ્રક, આઇસર જેવી ગાડીમાં લાવી અન્ય છુટક વેપાર કરતા ઇસમોને દારૂનો મુદામાલ ખરીદ કરવા માટે પોતાના વાહનો સાથે બોલાવી જે જગ્યાએ દારૂનું ગે.કા. રીતે કટીંગ કરનાર છે તેવી ચોક્કસ બાતમી હકિકત મળી આવતાં જે બાતમી હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા એક આઇસર ગાડી નંબર-GJ.13.AX.8595 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ વિપુલ પ્રમાણમાં લાવી સદરી જગ્યાએ રાત્રીના અંધારાનો લાભલઇ આઇસર ગાડીમાંથી વિદેશી દારૂનો મુદામાલ અન્ય વાહનો સ્કોર્પીયો, ઇકો તથા બોલેરો ગાડીઓમાં હેરાફેરી (કટીંગ) કરતાં પોલીસ રેઇડ દરમ્યાન જગ્યા ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-૯૬૫૮ કિંમત રૂ. ૨૧,૬૫, ૨૪૮/-નો
મુદામાલ તથા વાહન નંગ-૪ (આઇસર, ઇકો ગાડી, પીકઅપ ડાલુ, સ્કોર્પીયો ગાડી) કુલ કિં.રૂ.૩ર,૦૦,૦૦૦/- તથા પ્લાસ્ટીકના કેરેટ નંગ-૫૦ કિ.રૂ.૦૦/૦૦ એમ મળી કુલ કિં.રૂ.૫૩,૬૫,૨૪૮/- નો મુદામાલ મળી આવેલ તથા જગ્યા ઉપરથી વાહનોના ચાલક તથા સંડોવાયેલ ઇસમો ભાગી જઇ ગુનો કરેલ હોઇ સંડોવાયેલ ઇસમો તેમજ તપાસમાં નીકળે તે તમામ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી સારૂ રાધનપુર પો.સ્ટે. ગુનો રજી કરી આગળની તપાસ એલ.સી.બી.પાટણ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓની વિગતઃ-
(૧) આઇસર ગાડી નંબર-GJ.13.AX.8595નો ચાલક
(૨) ઈકો ગાડી નંબર-GJ.27.AP.0628 નો ચાલક
(૩) પીકઅપ ડાલુ નંબર-GJ.08.AW.8270 નો ચાલક
(૪) સ્કોર્પીયો ગાડી નંબર-UP.16.AZ.0014 નો ચાલક
(૫) સથળ ઉપરથી ગાડી સાથે નાસી જનાર સફેદ કલરની સ્કોર્પીયો ગાડી અંર તેનો ચાલક
(૬) દારૂ ભરી આપનાર તથા દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમો
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
![]()
![]()
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-૯૬૫૮ કિ.રૂ.૨૧,૬૫,૨૪૮/-
(૨) વાહન નંગ-૪ (આઇસર, ઇકો ગાડી, પીકઅપ ડાલુ, સ્કોર્પીયો ગાડી) કિં.રૂ.૩૨,૦૦,૦૦૦/-કુલ
(૩) પ્લાસ્ટીકના કેરેટ નંગ-૫૦ કિ.રૂ.૦૦/૦૦
એમ મળી કુલ મુદામાલ કિં.રૂ.૫૩, ૬૫,૨૪૮/-

