અબોલ સેવા, અનમોલ સેવા, જીવદયા એ જ પ્રભુસેવા 🙏🏻🙏🏻

શિયાળામાં અનેક પ્રકારના ગરમ મસાલા અને પકવાન ખાઈને મસ્ત રહેવામાં માનનારો મતલબી આધુનિક માનવી રખડતા જીવોનું દુઃખ કેવી રીતે સમજી શકે??

શિયાળો એટલે જાણે સખત ઠંડીની ઋતુ.

માનવી તો અનેક પ્રકારે ઠંડી સામે પોતાનું રક્ષણ મેળવતો હોય છે, પણ રામ ભરોશે રહેનારા આ પશુ – પક્ષીઓનું કોણ?

આવા જ શુભ વિચાર સાથે ખૂણે ખૂણે વસતા જીવદયા પ્રેમીઓ પોતાની ઠંડીની ચિંતા કર્યા વગર ખેતરો કે વન – વગડામાં રહેતા આ લાચાર કુતરાઓની વહારે આવતા હોય છે.

દિવાળી પછી મોટાભાગે કુતરીઓને પ્રસુતિ કે બચ્ચાના પોષણનો તબક્કો ચાલતો હોવાથી અને ઠંડી સામે રક્ષણ મેળવવા સૌથી વધુ ગરમ અને પ્રોસ્ટિક ખોરાકની જરૂર રહેતી હોય છે.

ઐઠોર ગામમાં આવા જ શુભ વિચારોથી પ્રેરાઈ શિયાળાની શરૂઆતમાં જ યોગેશભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ પોતાના જીવદયા પ્રેમી પિતાજી સ્વ. કાન્તિલાલ રામદાસ પટેલ, સાવદરાને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર સહયોગ ગ્રુપ, ઐઠોરના સેવકો સાથે રહી આજ તારીખ 2 -12-25 ના રોજ લાડવા બનાવી આખા ગામના કુતરાઓને ખવડાવી પુણ્યસ્મુતિ જીવંત રાખી છે. આ સાથે તેમણે ઐઠોરની તમામ ગાયોને એક જગ્યાએ એકત્ર કરી જુવારના પૂળા ખવડાવ્યા. ખેતરોમાં કે દૂર વિસ્તારમાં જ્યાં પક્ષીઓને પૂરતું ખાવા દાણા ના મળે ત્યાં તેમણે અનેક અનાજ મિક્ષ કરી ત્યાં મોકલાવ્યા. સાથે અનેક અવાવરું જગ્યાએ કીડીયારું પુરવાનું તથા તળાવની માછલીઓ-કાચબાઓને પણ મમરા અને લોટની ગોળીઓ બનાવી ખવડાવી. સમાજમાં ઉદાહરણરૂપ હાલ તેમણે કરેલી આવી અનેક જાતની સેવાઓ લોકોમાં પ્રશંસા ને પાત્ર બની છે.

The Gujarat Live News 

અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!