અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીએમ પોષણ યોજના ના કર્મચારીઓ માટે રસોઈ સ્પર્ધા યોજવામાં આવી હતી. પીએમ પોષણ અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષય આધારિત રસોઈ સ્પર્ધા નું આયોજન વઢેરા મુકામે શ્રી વઢેરા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું હતું .

તેમાં જાફરાબાદ મામલતદાર શ્રી લકુમ સાહેબ, નાયબ મામલતદાર શ્રી રાહુલ સાહેબ, લલીયા સાજેદાબેન પીએમ પોષણ સુપરવાઇઝર, મંજુલાબેન કોલડીયા આઇસીડીએસ જાફરાબાદ, દીપ્તિબેન ભટ્ટ એમ.એસ.જાફરાબાદ, ચિરાગભાઈ દેવમુરારી બીઆરસી જાફરાબાદ, સરપંચ શ્રી લખમણભાઇ વઢેરા ગ્રામ પંચાયત, પ્રિયાબેન ડોડીયા આચાર્યશ્રી વઢેરા પ્રાથમિક શાળા, કોમલબેન સોલંકી ઉપસ્થિત રહી રસોઈ સ્પર્ધામાં ભાગ લેનાર ૧૦ સ્પર્ધકોમાંથી ત્રણને પ્રથમ બીજો અને ત્રીજા નંબર થી પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ પ્રથમ આવનાર સ્પર્ધકને ૫૦૦૦/- બીજા નંબરે ૩૦૦૦/-ત્રીજો નંબર આવનારને ૨૦૦૦/- ઇનામ આપવામાં આવ્યું હતું.
વિજેતાઓમાં પીએમ પોષણ સંચાલક રસોઈયા પ્રથમ નંબરે ધર્મિષ્ઠાબેન પંકજભાઈ પરમાર પીએમ પોષણ સંચાલક કન્યાશાળા જાફરાબાદ. બીજા નંબરે ચેતનાબેન ભીમજીભાઇ બારૈયા પીએમ પોષણ સંચાલક કુમાર શાળા જાફરાબાદ. અને ત્રીજો નંબર મનીષાબેન ભાણજીભાઈ બાંભણીયા પીએમ પોષણ રસોયા શ્રી વઢેરા પ્રાથમિક શાળા. અંતમાં તમામ નિર્ણાયક શ્રી ઓ શાળાના શિક્ષક શ્રી ઓ હાજર રહેલ તમામ પીએમ પોષણ સંચાલકો તથા ભાગ લીધેલ તમામ સ્પર્ધકોનો આભાર માની ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષય આધારિત સ્પર્ધા પૂર્ણ કરવામાં આવી હતી.
The Gujarat Live News
