પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ પોલીસ અધિક્ષક પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઇન્સ જે.જી.સોલંકી પાટણનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ ચાણસ્મા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે (૧) મોજે દેલમાલ ગામે દરગાહની સામે આવેલ કોમ્પલેક્ષમાં દુકાનમાં તથા (૨) મોજે દેલમાલ ગામે પ્રજાપતીવાસમાં આવેલ એક દુકાનમાં (૧) આમીલ ઇરફાનભાઇ બેહલીમ રહે-મુજપુર તા.શંખેશ્વર જી.પાટણ તથા (૨) ઝહીરભાઇ સાબીરભાઇ તુવર રહે-મુજપુર તા. શંખેશ્વર જી.પાટણવાળા કોઇ પણ જાતની મેડીકલ ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં મેડીકલ પ્રેકટીશ કરે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરે છે. જેની તપાસ કરતા ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૪૭૨૮.૨૬/- ના મુદ્દામાલ સાથે બંને ઇસમની ધરપકડ કરી બી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯(૨) તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો કરેલ હોય તેઓના સામે ગુન્હો ચાણસ્મા પો.સ્ટે. ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ છે. જેની આગળની તપાસ ચાણસ્મા પોલીસ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
![]()
(૧) આમીલભાઇ ઇરફાનભાઈ સત્તરભાઈ બેહલીમ મુળ-રહે-મુજપુર તા. શંખેશ્વર જી.પાટણ હાલ રહે-બુકડી પાટણ
તા.જી.પાટણ
(૨) ઝહીરભાઈ સાબીરભાઈ નાથુભાઈ તુવર રહે-મુજપુર તા. શંખેશ્વર જી.પાટણ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૪૭૨૮.૨૬ /-
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

