પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ પોલીસ અધિક્ષક પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઇન્સ જે.જી.સોલંકી પાટણનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ કાકોશી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે મોજે સેદ્રાણા ગામે બસ સ્ટેશન ખાતે ગ્રામ પંચાયત સામે આવેલ દુકાનમાં મહેદીભાઇ ઇસ્માઇલભાઈ દાવડા રહે-હાલ સેદ્રાણા તા.સિધ્ધપુર જી.પાટણ વાળા કોઇ પણ જાતની મેડીકલ ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં મેડીકલ પ્રેકટીશ કરે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરે છે. જેની તપાસ કરતા ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કિ.રૂ. ૪૪૦૮.૪૭ /- ના મુદ્દામાલ સાથે બંને ઇસમની ધરપકડ કરી બી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯(૨) તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો કરેલ હોય તેઓના સામે ગુન્હો કાકોશી પો.સ્ટે. ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ છે. જેની આગળની તપાસ કાકોશી પોલીસ ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) મહૈદીભાઇ ઇસ્માઇલભાઇ દાવડા(મુસ્લીમ) રહે-હાલ સેદ્રાણા તા.સિધ્ધપુર જી.પાટણ મુળ રહે-કાટવાડ તા.હીંમતનગર જી.સાબરકાંઠા

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૪૪૦૮.૪૭ /-

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!