ચેસ ટુર્નામેન્ટ માં 120 સ્પર્ધકો એ ભાગ લીધો. કાર્યક્રમ માં ત્રણેય વિભાગ માં વિનર અને રનર ને વિજેતા ખેલાડી ને ટ્રોફી અને રોકડ ઇનામ આપવા માં આવ્યા. ચેસ જુનિયર વિભાગ માં
રનર અપ ચૌહાણ યુ્યાન યુસુફભાઇ અને
વિનર ઘાંચી મિન્હાઝ ઈર્શાદ ભાઇ વિજેતા થયેલ. ચેસ સિનિયર વિભાગ માં
રનર અપ ગરો ભાવિન દેવકરણ ભાઈ અને
વિનર પટેલ રુદ્ર રસિક ભાઈ વિજેતા થયેલ. ચેસ ઓપન વિભાગ માં
રનર અપ ગરો દેવકરણભાઈ ઓખા ભાઈ અને વિનર નૈતિક પ્રકાશભાઈ થયેલ. તમામ વિજેતા ખેલાડી ને ઇનામ અને ટ્રોફી વિતરણ કરવામાં આવ્યા. સ્પર્ધા પહેલા અલ્પાહાર અને સ્પર્ધા બાદ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી. કાર્યક્રમ માં દાતા શ્રી યુસુફભાઇ ચૌહાણ અને પ્રફુલભાઈ ઠક્કર(લાલાભાઇ હેપ્પી મોલ) ની વિશેષ હાજરી આપી.. કાર્યક્રમ માં રોટરી ચાર્ટર પ્રેસિડેન્ટ ડૉ. મહેશભાઈ મુલાણી, રોટરી પ્રેસિડેન્ટ ડૉ. પરેશભાઈ દરજી, સેક્રેટરી કાંતિભાઈ નાઈ, ડૉ. પ્રવીણભાઈ ઓઝા, ડૉ. દિનેશભાઇ ઠક્કર, ડૉ. સી. એમ. ઠક્કર, ડૉ. કિશોરભાઈ ઠક્કર, મહેશભાઈ રાઠોડ, અમરતભાઈ કોન્ટ્રાકટર, ઈસુભા મલેક, જયરાજસિંહ સહીત ના રોટેરીયન ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ સફળ બનાવ્યો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
