પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારના જનકલ્યાણકારી અભિગમ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહી ગ્રામજનોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ગામલોકોએ પોતાની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ મૂકી હતી. અધિકારીઓ દ્વારા શક્ય તેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો અને બાકી રહેલી રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.
આ સેવા સેતુ કાર્યક્રમમાં પુરવઠા વિભાગ, કૃષિ વિભાગ, ગ્રામ પંચાયત, આઈસીડીએસ વિભાગ તેમજ સમી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ન્યાય મિત્ર દ્વારા પણ નાગરિકોને કાનૂની માર્ગદર્શન અને સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી સરકારની સેવાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ ઉપસ્થિત નાગરિકો દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
