સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર વસેલું વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન છે. અહીં શ્રી પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે.

આ પવિત્ર ધામ આજે પણ હજારો ભક્તોને શાંતિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરાવે છે.

આ પવિત્ર સ્થાને જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદની બોર્ડ મેમ્બર મિટિંગનું આયોજન તા.૭/૩/૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ છેલ્લા ૩૩ વર્ષથી બોટાદ શહેર અને જિલ્લામાં સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય રહી, શિક્ષણ, આરોગ્ય, સમાજસેવા અને માનવતાના વિવિધ કાર્યો દ્વારા સમાજમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.

કાર્યક્રમની શરૂઆત વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવથી આરતી/દર્શન કરી કરવામાં આવી. મંદિર પરિસરની શાંતિ અને પવિત્રતા વચ્ચે સભ્યોએ પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ બોર્ડ મેમ્બરો દ્વારા જગ્યા પરિસરની મુલાકાત લેવામાં આવી અને ત્યાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી.

બોર્ડ મિટિંગ માં પ્રથમ જાયન્ટ્સ પ્રાર્થના બાદ ગત માસના કરેલ પ્રોજેક્ટ/પ્રોગ્રામ વિષે માહિતી આપવામાં આવેલ.અને આગામી દિવસોમાં કરવામાં આવનાર પ્રોજેક્ટ/પ્રોગ્રામ ની ચર્ચા વિચારણા કરવામાં આવેલ.અને પાળીયાદ ના સહકારી આગેવાન સેવાભાવી કનુભાઈ ખાચર ને શાલ ઓઢાડી સન્માન કરેલ.મિટિંગ ના અંતે રાષ્ટ્રગીત નુ ગાન કરવામાં આવેલ.

આ પ્રસંગે સૌને પ.પુજ્ય મહા મંડલેશ્વર શ્રી નિર્મળાબા ના દર્શન કરવાનો પાવન લાભ પણ પ્રાપ્ત થયો. તેમના આશીર્વાદ અને સ્નેહસભર માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ વધુ પાવન બની ગયો.

ત્યારબાદ સૌ માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સૌએ પ્રસાદરૂપે ભોજન ગ્રહણ કરી સંત પરંપરાની સેવા અને સૌહાર્દની ભાવનાનો અનુભવ કર્યો.

આ રીતે આધ્યાત્મિકતા, એકતા અને સેવાભાવના પવિત્ર માહોલમાં જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદની બોર્ડ મેમ્બર મિટિંગ સફળતાપૂર્વક સંપન્ન થઈ.

The Gujarat Live News અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!