પૂર્વ પ્રમુખ બાબુભાઇ પટેલે પોતાની નાદુરસ્ત તબિયતને લીધે આપ્યું હતું રાજીનામુ.

પૂર્વ પ્રમુખે આપેલ રાજીનામા પછી ખાલી પડેલ પ્રમુખપદની જગ્યા માટે મનુભાઈ આર. પટેલ (સુણકા) નિમાયા છે.

વિશેષ ઉલ્લેખનીય છે કે, આ મનુભાઈ સંસ્થા સાર્વજનિક ટ્રસ્ટની શરૂઆત કરી સર્વ પ્રથમ પ્રમુખ બની 15 વર્ષ એકધારી સેવા આપનારા પ્રમુખ છે.

તેમણે જણાવેલ છે કે,

હું મારા વર્ષોના અનુભવના આધારે સંસ્થાને

વધુમાં વધુ સારામાં સારો પારદર્શક વહીવટ આપી વિકાસ માટે શક્ય જરૂરી સુધારા કરીશ.

નવા નિમાયેલા ઉપપ્રમુખ હાર્દિક ભાઈ એન. પટેલ (સાવદરા) કે જેઓ ઐઠોરના પાટીદાર યુવા અગ્રણી છે, તેઓએ જણાવેલ કે,

હું શક્ય તમામ રીતે દર્શનાર્થીઓની વ્યવસ્થા અને સગવડ સાચવવા પ્રયત્નશીલ રહીશ.

આ સમયે ત્યાં હાજર ટ્રસ્ટી મંડળ ગણેશભાઈ પટેલ, પ્રવીણભાઈ દવે, નટુભાઈ પ્રજાપતિ, ગોપાલજી ઠાકોર, વિનોદભાઈ લીમ્બાચીયા સહીત અન્ય એ આ નવા નિમાયેલા હોદ્દેદારોને તાળીઓ, હાર-તોરા અને ખેસ પહેરાવી, સૌનું મોઢું મીઠુ કરી વધાવી લીધા હતા.

આવનાર 21,22,23 માર્ચ, 2026 આ દિવસોમાં યોજાનારા મંદિરમાં ભવ્ય મેળાના સફળતાપૂર્વકના આયોજન માટે સંસ્થાના હોદ્દેદારો સેવામાં સક્રિય થઇ ગયા છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!