સહયોગ ગ્રુપ, ઐઠોરે આ સતત 15 મી વાર કુતરાઓને ફ્રી લાડવા વિતરણ કર્યું.

આ ભજન મંડળે ઐઠોરમાં ભજન કરતા-કરતા દાન ભેટમાં મળેલ રકમમાંથી ગામના કુતરાઓને પણ લાડવા ખવડાવી ભક્તિમા ઉમેરો કરી દીધો.

ભગવાનના ભજનની સાથે-સાથે કુતરાઓને ભોજનની આ સેવા ગામલોકોમાં ભારે પ્રશંસા ને પાત્ર બની છે.

ભારતીય સનાતન સંસ્કૃતીના ગૌરવ સમાન એક મહત્વનું પાસુ એટલે રાતના ભજન મંડળ અને સવારની પ્રભાત ફેરી.

ઐઠોરની આ પાટીદાર મહિલા ભજન મંડળ તરફથી

આજે 9-3-26 સોમવારે આખા ઐઠોર ગામ અને આસપાસના ખેતર વિસ્તારમાં રખડતા કુતરાઓ માટે ખાવાના

લાડવાનું વિતરણ કરવામાં આવ્યું.

સહયોગ ગ્રુપ, ઐઠોરના સેવકો સાથે મળી શાંતા માં (ભક્તાણી), સવીતા માં અને અન્ય પાટીદાર મહિલા ભક્તોએ આ સેવાનો લાભ મળવા બદલ અપાર ખુશી વ્યક્ત કરી હતી.

અહીં વિશેષ નોંધનીય છે કે, આ મંડળ ભજનની સાથે-સાથે અનુકૂળતા એ ગામની બીજી અનેક સામાજીક સેવા પ્રવૃત્તિઓમાં પણ વર્ષોથી સામેલ હોય છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!