વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન વિશ્વના સૌથી મોટા બિનસરકારી શૈક્ષણિક સંગઠનોમાંનું એક છે. ૧૯૫૨થી કાર્યરત આ સંસ્થા દ્વારા દેશના ખૂણે-ખૂણે અનેક વિદ્યાલયો સંચાલિત થાય છે. આ સંગઠન સાથે સંકળાયેલ વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ ૧૯૭૯થી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે.

સંસ્થાનું મુખ્ય લક્ષ્ય હિંદુ જીવનદર્શનના આધારે શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરી શ્રેષ્ઠ મનુષ્યનું નિર્માણ કરવું છે.

સંસ્થાની વિશેષતાઓ

સમાજ આધારિત વિદ્યાલય – સરકાર આધારિત નહીં.

પરીક્ષા પદ્ધતિ – મૌખિક, પ્રાયોગિક અને લેખિત પરીક્ષાઓ દ્વારા અઠવાડિક, માસિક અને સત્રાંત કસોટીથી મૂલ્યાંકન.

વ્યક્તિગત માર્ગદર્શન – આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓની સંપૂર્ણ વ્યક્તિગત દેખરેખ તથા નિયમિત વાલી સંપર્ક.

સુવિધાસભર વ્યવસ્થા – કમ્પ્યુટર કક્ષ, વંદના કક્ષ, યોગ કક્ષ, પ્રયોગશાળા અને પુસ્તકાલય.

અનુભવી શિક્ષકમંડળ – યોગ્ય લાયકાત ધરાવતા અને વિદ્યાભારતી દ્વારા પ્રશિક્ષિત આચાર્યો.

રમતગમત તાલીમ – સરકારના રમતગમત વિભાગ દ્વારા જુડો (કરાટે) અને કુસ્તી માટે મફત કોચિંગ.

સંસ્થામાં પરિવાર જેવા વાતાવરણમાં ભાર વિના ભણતર પર ભાર મૂકવામાં આવે છે. અહીં માત્ર પરીક્ષાર્થી નહીં પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા છે.

વિદ્યાલયની વધુ વિશેષતાઓ

નિયમિતતા, શિસ્ત અને સંસ્કાર આપતું શિક્ષણ.

CCTV સર્વેલન્સ સાથે વિશાળ અને સુરક્ષિત કેમ્પસ.

પ્રવૃત્તિ આધારિત શિક્ષણ – પ્રોજેક્ટર, પ્રોજેક્ટ અને ફિલ્ડ ટ્રિપ દ્વારા અનુભવજન્ય જ્ઞાન.

યુનિટ ટેસ્ટ દ્વારા સતત મૂલ્યાંકન અને નિયમિત વાલી સંપર્ક.

રાષ્ટ્રીય પર્વો, વિશેષ દિવસો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સંસ્કાર સિંચન.

યોગ, પ્રાણાયામ, રમતોત્સવ, ખેલ મહાકુંભ અને જુડો જેવી શારીરિક પ્રવૃત્તિઓ.

નિબંધ, વક્તૃત્વ, નાટક, વેશભૂષા, ચિત્રકામ, માટીકામ, રંગોળી, ગરબા, ક્વિઝ, “વેસ્ટમાંથી બેસ્ટ” જેવી સ્પર્ધાઓ.

ભારતીય સંસ્કૃતિ મુજબ જન્મદિવસની ઉજવણી શાળામાં.

શૈક્ષણિક પ્રવાસ, પર્યટન અને બાહ્ય સ્પર્ધાઓનું આયોજન.

આધુનિક કમ્પ્યુટર લેબ અને સજ્જ પ્રયોગશાળા.

અનુભવી અને ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ.

પ્રદૂષણમુક્ત, સ્વચ્છ અને શાંત શૈક્ષણિક વાતાવરણ.

સરકારશ્રીના રમત-ગમત વિભાગ હેઠળ જુડો પ્રવૃત્તિમાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમજ DLSS અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૧૦ વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે.

બાળકોના સર્વાંગી વિકાસ માટે “ભાર વિના ભણતર”ની અભિગમ સાથે શિક્ષણ આપવામાં આવે છે.

આપનો વિશ્વાસ + અમારી મહેનત + બાળકની જિજ્ઞાસા = સફળતા

The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!