વાવ થરાદ જિલ્લાના ભાભર વાવ રોડ ખાતે આવેલ લાયન્સ હોસ્પિટલ ખાતે બાળકો માટે પીડીયાટ્રીક વિભાગની શરૂઆત કરવામાં આવી છે.

લોકોને સુખ સુવિધા મળી રહે અને લોકોને દૂર સુધી બાળકોને જવું ન પડે માટે ભાભર ખાતે 24 કલાક હોસ્પિટલ ચાલુ રહેશે તેમજ ૨૪*૭ પીડિયાટ્રિક ડોક્ટર હાજર મળશે જેથી લોકોને લાભ મળી શકશે. અનચામડી રોગના નિષ્ણાત દર મંગળવાર અને શુક્રવારે બપોરે 3 થી 5 અમદાવાદના પ્રખ્યાત ડો. પાંચાણી સાહેબ હાજર રહેશે એની પણ સેવા લાયન્સ હોસ્પિટલમાં મળશે.
આ કાર્યક્રમમાં લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટીશ્રી ભીખાભાઈ આચાર્ય તેમજ ભાભરના રઘુવંશી સમાજના પ્રમુખ હરિભાઈ આચાર્ય,
લાયન્સ ના હોદ્દેદારો પ્રમુખ મહેન્દ્રભાઈ ત્રિવેદી ,મંત્રી પ્રવીણભાઈ ગોકલાણી,મહેશભાઈ કાનાબાર, દોલાભાઈ પટેલ અને ડો નરેશભાઈ અખાણી તેમજ સામાજિક આગેવાનો ચંદ્રકાંત અખાણી, ડો મહેશ સહાયતા તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર
