ઘારાસભ્ય જનકભાઇ તળાવીયા એ કૃષિ પેકજ મા લાઠી બાબરા દામનગર ના ગામોનો સમાવેશ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કુષિમંત્રી રાઘવજીભાઇ પટેલ ને પત્ર લખી રજૂઆત કરી 

લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ કૃષિ રાહત પેકેજમાં લાઠી, બાબરા અને દામનગર પંથકના બાકી રહી ગયેલા ગામોનો સમાવેશ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે.

પત્રમાં જણાવાયું છે કે,

ઓક્ટોબર ૨૦૨૪માં થયેલા કમોસમી વરસાદને કારણે લાઠી, બાબરા અને દામનગર પંથકના અનેક ગામોના ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ આ પેકેજમાં આ પંથકના કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે નુકસાન ભોગવનાર ખેડૂતો સહાયથી વંચિત રહ્યા છે.

ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને વિનંતી કરી છે કે, આ બાકી રહી ગયેલા ગામોનો તાત્કાલિક ધોરણે કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને પાકનું ભારે નુકસાન થયું હોવાથી તેમને તાત્કાલિક મદદની જરૂર છે. આ રજૂઆતથી સ્થાનિક ખેડૂતોમાં આશા જાગી છે કે તેમને યોગ્ય ન્યાય મળશે.

The Gujarat Live News રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!