ઝઘડિયા તાલુકામાં દારૂબંધી કાયદાની કડક અમલવારી હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારના ખુલ્લા મેદાનમાં 46.96 લાખની કિંમતની 24,632 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો ઝઘડિયા, ઝઘડિયા જીઆઇડીસી, નેત્રંગ, રાજપારડી, વાલિયા અને ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિવિધ પ્રોહિબિશન કેસમાં જપ્ત કરવામાં આવ્યો હતો. કોર્ટની મંજૂરી મળ્યા બાદ રોડ રોલર ફેરવીને આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ઝઘડિયા પોલીસ મદદનીશ અધિક્ષક અજયકુમાર મીણા, નાયબ કલેક્ટર તથા મામલતદાર કચેરીના અધિકારીઓની સાથે તાલુકાના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ. હાજર રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. દારૂના વેપાર અને સેવન સામે પોલીસ તંત્ર શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી રહ્યું છે. આ કાર્યવાહીથી ગેરકાયદે દારૂના વેપારીઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!