કાર્યક્રમ મુજબ સવારે પાલનપુર સ્થિત સર્કિટ હાઉસ નજીક એરોમા સર્કલ ખાતે વિવિધ વિસ્તારોમાંથી આવેલા મિત્રો એકત્રિત થયા અને સહપ્રયાણની ઉમંગભરી શરૂઆત થઈ.

દાંતા પહોંચ્યા બાદ સૌએ મહારાજ સાહેબ શ્રી પરમવીરસિંહજી સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી. આ અવસરે રખડુ ટોળી દ્વારા શ્રી યંત્રની પવિત્ર ભેટ અર્પણ કરવામાં આવી. રાજવીશ્રીએ દાંતા સ્ટેટના સ્થાપત્ય, તેની ઐતિહાસિક મહત્તા તથા પ્રાચીન તરસંગ નગરીના ગૌરવશાળી ઇતિહાસ વિશે રસપ્રદ અને માહિતીસભર માર્ગદર્શન આપ્યું. રખડુ ટોળીના સર્જનાત્મક પ્રયાસોને તેમણે બિરદાવતાં ભવિષ્યમાં સહકાર આપવાની ભાવના પણ વ્યક્ત કરી.
ત્યારબાદ ઐતિહાસિક નગરી તરસંગ તરફનું પ્રવાસન પ્રકૃતિના મીઠા સંગાથમાં આગળ વધ્યું. માર્ગમાં હરિયાળાં વૃક્ષોની છાંયમાં વનભોજન માટે વિરામ લેવામાં આવ્યો, જ્યાં શ્રી નરેશભાઈ શ્રીમાળી, જલોત્રા (ના.મામલતદાર,પાલનપુર)તરફથી સૌ માટે આત્મિયતાભર્યું ભોજન આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલ શ્રીમાળી, પંકજ ગોસ્વામી, ઈસ્માઈલ અજીબ અને સુધીરભાઈ જસકિયા જેવા સહયોગીઓનો વિશેષ ફાળો રહ્યો.
પ્રાચીન તરસંગ નગરીના અવશેષો વચ્ચે પહોંચીને સહભાગીઓએ ઇતિહાસના નિઃશબ્દ પાનાઓને અનુભવ્યા. ઘન જંગલની વચ્ચે વિખરાયેલા આ અવશેષો જાણે ભૂતકાળની ગાથાઓ સંભળાવતા હોય તેમ લાગતું હતું. આ વિહંગાવલોકન દ્વારા સૌએ એક અનોખી આધ્યાત્મિક અને ઐતિહાસિક અનુભૂતિ મેળવી. ત્યારબાદ જુની રાજગઢીમાં આવેલા માતાજીના દર્શન કર્યાં. આ કાર્યક્રમને પાલનપુર, ડીસા, સિધ્ધપુર, મહેસાણા, વડનગર સુધીના મિત્રોએ સહભાગી થઈ સફળ બનાવ્યો
અંતે સૌએ સમગ્ર કાર્યક્રમના આયોજક શ્રી રાહુલ તુરી, આર. બી. રાઠોડ, કમલ પાલનપુરી, ઈસ્માઈલ અજીબ, ઈમરાનભાઈ, સાગર સુથાર, રોશન પાલનપુરી, ભરત પ્રજાપતિ, રોનક દરજી અને રખડુ ટોળીના તમામ સભ્યોનો આભાર માન્યો અને છૂટા પડ્યા.
આમ, પ્રકૃતિ, ઇતિહાસ અને સાથીભાવના સુમેળથી ભરેલો “દાંતા દર્શન” કાર્યક્રમ સૌ માટે એક યાદગાર અને આનંદમય અનુભવ બની રહ્યો.
The Gujarat Live News રીપોર્ટર બી.એમ.રાવળ(બી.કે).
