હિંમતનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી માણેક કૃપા વિદ્યામંદિર ખાતે શિક્ષણની સાથે સર્વાંગી વિકાસના અભિગમ સાથે એક અનોખું અને પ્રેરણાદાયી પ્રદર્શન — “આઓ સાયન્સમય હો જાય 3.0” અત્યંત ઉત્સાહભેર યોજાઈ ગયું.

પ્રિન્સિપાલ શ્રીમતી ગાયત્રી સિંહા મેડમના કુશળ માર્ગદર્શન અને શાળાના ટ્રસ્ટી શ્રી ગિરીરાજ પંડ્યાના પ્રેરક સહયોગથી આયોજિત આ કાર્યક્રમે હિંમતનગરના શૈક્ષણિક જગતમાં નવી કેડી કંડારી છે.

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી. જેમાં:

1. શ્રી કાજલબેન દોશી (જિલ્લા પ્રમુખ મહિલા મોરચા, ભારતીય જનતા પાર્ટી )

2. શ્રી કુલદીપભાઈ પાઠક (શહેર મહામંત્રી હિંમતનગર ભારતીય જનતા પાર્ટી)

3. શ્રી કુલદીપભાઈ પાઠક( શહેર પ્રમુખ હિંમતનગર ભારતીય જનતા પાર્ટી)

4. શ્રી પ્રકાશભાઈ વૈધ (શહેર મહામંત્રી હિંમતનગર ભારત જનતા પાર્ટી)

5. શ્રી કલ્યાણભાઈ દેસાઈ (શહેર ઉપપ્રમુખ હિંમતનગર ભારતીય જનતા પાર્ટી)

6. શ્રી રાકેશભાઈ ભાટિયા (શહેર સંગઠન ઉપપ્રમુખ)

7. શ્રી પાર્થભાઈ પંચાલ (જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ)

8. શ્રી ગોપાલભાઈ (તાલુકા પ્રભારી, ભારતીય જનતા પાર્ટી)

9. શ્રી કેતુલભાઇ વ્યાસ (પૂર્વ શક્તિ કેન્દ્ર સંયોજક વોર્ડ નં.4)

10. શ્રી અનિલભાઈ પંચાલ (લોક કેન્દ્ર બડોલી)

11. શ્રી જાનકી રાવલ (સદસ્ય, હિંમતનગર નગરપાલિકા)

12. શ્રી રાજુભાઈ શર્મા (સદસ્ય, હિંમતનગર નગરપાલિકા)

13. શ્રી રાજુભાઈ દેસાઈ (સદસ્ય, હિંમતનગર નગરપાલિકા )

14. શ્રી ડિકુલ ભાઈ ગાંધી (સદસ્ય, હિંમતનગર નગરપાલિકા)

15. શ્રી મુકેશભાઈ દેસાઈ (જિલ્લા બક્ષીપંચ મંત્રી)

તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ નિહાળી તેમની મૌલિકતા અને વિજ્ઞાન પ્રત્યેની રુચિને મુક્તકંઠે બિરદાવી હતી.

આયુર્વેદ: પરંપરામાં છુપાયેલું આધુનિક વિજ્ઞાન

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ‘આયુર્વેદ’ અને ‘આધુનિક વિજ્ઞાન’ વચ્ચેના સેતુને સમજાવવાનો હતો.

વિદ્યાર્થીઓએ અત્યંત આત્મવિશ્વાસ સાથે રજૂઆત કરી હતી કે:

“આયુર્વેદ એ માત્ર જૂની માન્યતા નથી, પરંતુ તે ચોક્કસ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત જીવનશૈલી છે.”

વિદ્યાર્થીઓએ તેમના પ્રાયોગિક મોડેલ્સ દ્વારા સમજાવ્યું કે:

બાયોલોજી: પ્રકૃતિ અને માનવ શરીર વચ્ચેનું જૈવિક સંતુલન.

કેમિસ્ટ્રી: જડીબુટ્ટીઓમાં રહેલા કુદરતી તત્વો અને તેની રોગપ્રતિકારક શક્તિ.

ફિઝિક્સ: માનવ શરીરની ગતિશીલતા અને ઉર્જાના સિદ્ધાંતો.

તહેવારો અને રમતગમતમાં વિજ્ઞાન

માત્ર લેબ પૂરતું જ નહીં, પણ વિદ્યાર્થીઓએ આપણા ભારતીય તહેવારો અને ખેલકૂદ પાછળ રહેલા વિજ્ઞાનને પણ સુંદર રીતે રજૂ કર્યું.

ઋતુચર્યા મુજબના તહેવારો, પર્યાવરણનું જતન અને રમતોમાં રહેલા બળ (Force) અને ગતિ (Motion) ના સિદ્ધાંતોએ વાલીઓને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા.

નિષ્કર્ષ અને સંદેશ:-

કાર્યક્રમના અંતે એક સુવર્ણ સંદેશ વહેતો થયો કે વિજ્ઞાન અને આયુર્વેદ એકબીજાના પૂરક છે.

જો આપણે આ બંનેને સાથે લઈને ચાલીએ તો એક સ્વસ્થ અને દીર્ઘાયુ સમાજનું નિર્માણ થઈ શકે છે.

વાલીઓના અભૂતપૂર્વ સહયોગ અને શિક્ષકોની મહેનતે આ પ્રદર્શનને માત્ર એક ઇવેન્ટ નહીં, પણ ‘જ્ઞાનનો મહોત્સવ’ બનાવ્યો હતો.

The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!