એવાલ ગામે દલિત ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન, “જય ભીમ”ના નારાથી ગુંજ્યું મેદાન

સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારના અંતિમ ગામ એવાલ ખાતે તા. 29 માર્ચ 2026ના રોજ દલિત ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો, ખેલાડીઓ, ગ્રામજનો અને આગેવાનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રમતોના ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો.

ટુર્નામેન્ટનો પ્રારંભ “જય ભીમ”ના ગુંજતા નારાથી કરવામાં આવ્યો હતો, જેના કારણે કાર્યક્રમમાં ઉમંગ અને એકતાનો માહોલ સર્જાયો હતો. મેચ દરમિયાન ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દર્શકોને રોમાંચિત કરી દીધા હતા. દરેક મુકાબલો ટક્કરભર્યો રહ્યો હતો, જેને કારણે હાજર લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર તેમજ વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને અભિનંદન સાથે ખેલભાવનાને વધાવી લેવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેશભાઈ ચૌહાણ (એવાલ), કાંતિભાઈ ચૌહાણ (એવાલ), કમલેશભાઈ ચૌહાણ (એવાલ), પ્રવીણભાઈ પરમાર (મઢુત્રા) અને બાબુભાઈ પરમાર (બરારા) સહિતના આગેવાનોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. સાથે જ જય ભીમ યુવ સંગઠન સાંતલપુરના સહયોગથી સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પડ્યું હતું.

કાર્યક્રમમાં પ્રમુખશ્રી કરસનભાઈ, જાખેસરા ઉપપ્રમુખ ભરતભાઈ પરમાર, મંત્રી હમીરભાઈ પરમાર, સંયોજક ધુળાભાઈ રાઠોડ, રણછોડભાઈ ચૌહાણ, સુનિલભાઈ રાજગોર, ખેંગારભાઈ સોલંકી, રમેશભાઈ પરમાર, લાલાભાઈ પરમાર, રાધુભાઈ રાઠોડ, રમુભાઈ પરમાર, વાઘાભાઈ પરમાર, ભીમાભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

વિશેષ કરીને મેચ દરમિયાન ખેંગારભાઈ અને દીપકભાઈ દ્વારા કરાયેલી જીવંત કોમેન્ટરીએ દર્શકોને આનંદિત કરી દીધા હતા અને સમગ્ર કાર્યક્રમમાં વધુ ઉત્સાહ ભરી દીધો હતો.

સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો. આ ટુર્નામેન્ટ દ્વારા ગામના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો જુસ્સો, એકતા અને સામાજિક સમરસતાનો સુંદર સંદેશ પ્રસર્યો હતો.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!