યુવા અને ઉત્સાહી દીપિકાબેન લાલપરાને મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપી.

મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે ચૂંટણી જાહેર થાય તે પહેલા મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડૉ.મેઘાબેન પટેલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક્ટિવ પ્રમુખ તરીકે સાબિત થયા. ચૂંટણીનું કેમ્પિયન મજબૂત કરવા માટે મહિલા ઉમેદવારોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર કરવા માટે, તેઓએ મહેસાણા જિલ્લા મહિલા સોશિયલ મીડિયા પ્રમુખની સંગઠનાતમ નિમણૂક કરી.
આવનાર સમયમાં ચૂંટણીમાં મહિલા ઉમેદવારો ને મજબૂતાઇ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ભરપૂર પ્રચાર કરવામાં આવશે તેવી ખાતરી આપી. ડોક્ટર મેઘાબેન પટેલની કોંગ્રેસની સંગઠનને લઈ ને નોંધપાત્ર કામગીરી રહી છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
