આજ રોજ સમસ્ત ઊંઝા જૈન સંઘ તરફથી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય હેમચંદ્રસાગરજી મહારાજ સાહેબ આદિ થાણાની નિશ્રામાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ તથા ઊંઝા એ.પી.એમ.સી ચેરમેન શ્રી દિનેશભાઈના વરદ હસ્તે રથયાત્રાને લીલી ઝંડી આપી પ્રયાણ કરાવવામાં આવ્યું. આ પ્રસંગે આ બંને મહાનુભાવોને ગુરુ ભગવંતોએ આશીર્વાદ પણ આપ્યા અને જીન શાસનના અને લોકોપયોગી કાર્યો કરવા પ્રેરણા પણ આપી.
ઊંઝા જૈન મહાજનના ટ્રસ્ટીઓએ તથા હોદ્દેદારોએ મહેમાનોનું યોગ્ય સ્વાગત કર્યું હતું.
રથયાત્રામાં સમગ્ર જૈન સમાજના ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાસનની શોભામાં વધારો કર્યો અને યુવાનોએ પરમાત્માની પાલખી સળંગ બે કિલોમીટર જેટલી ફેરવીને રથયાત્રા મહાવીર સ્વામી જિનાલય પહોંચી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
