પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. ધોકાવાડા અને કોરડા તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારો મેદાનમાં ઉતરતાં હવે ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે.

ધોકાવાડા સીટ પર AAP તરફથી સખીબેન હમીરભાઈએ વારાહી તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી બાદ તેમણે જણાવ્યું કે તેઓ વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપ-કોંગ્રેસને કડક ટક્કર આપશે. તેમણે જીત્યા બાદ રોડ-રસ્તા, પીવાનું પાણી અને ગટર જેવી સુવિધાઓ સુધારવાની પ્રાથમિકતા બતાવી.

બીજી તરફ કોરડા સીટ પર AAPના ઉમેદવાર ફોર્મબેન ભાર્ગવભાઈએ પણ જોરદાર શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી છે. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે વિસ્તારના અધૂરા વિકાસકાર્યોને પૂર્ણ કરવાનું તેમનું મુખ્ય લક્ષ્ય રહેશે. સાથે જ તેમણે જીતનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો.

AAPના બંને ઉમેદવારોના મેદાનમાં ઉતરતાં હવે સાંતલપુર તાલુકાની ચૂંટણી વધુ રસપ્રદ બની છે. અગાઉ સીધી ટક્કર માનાતી આ સીટો હવે ત્રિપાંખિયા મુકાબલામાં ફેરવાઈ છે, જેના કારણે પરિણામોને લઈને રાજકીય ગણિત બદલાઈ શકે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!