પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોરડા જિલ્લા પંચાયત ના કોગ્રેસ ના ઉમેદવાર મનસુખભાઇ અને બાબરા તાલુકા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર અશોકભાઈ બાબુભાઈ ખોડાભાઈ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારના વિચારોને સાંભળ્યા હતા. અશોકભાઈએ પોતાના સંબોધનમાં વિસ્તારના વિકાસ, મૂળભૂત સુવિધાઓ અને જનહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી.

ગ્રામજનોએ બેઠકમાં સક્રિય ભાગ લીધો હતો અને અશોકભાઈ બાબુભાઈને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉમેદવારને જીતાડવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ બેઠકથી કોંગ્રેસ પક્ષને ફાંગલી ગામમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!