જેને પગલે ભૂજ તાલુકા માં નંદની આઇસક્રીમ, (રસિકલાલ)ન્યૂ રાવલ વાડી સામે, રધુવંશી સર્કલ પાસે ભુજ ખાતે ફૂડ સેફ્ટી ઑફિસરો એમ.એમ.પટેલ તથા એસ.બી.પટેલ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં તપાસ દરમિયાન શંકા ના આધારે રસિકલાલ આઈસક્રીમ કેસર પીસ્તા તથા રસિકલાલ આઈસક્રીમ બ્લેક કરંટ જેવી આઇસક્રીમ ના નમૂના લેવામાં આવેલ જેને એનાલિસિસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે

જેનો રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે તથા સ્થળ પર એસેન્સ, ફ્લેવર, કલર જેવા રોમેટિરિયલ એક્સપાયર્ડ જેવા મળેલ જે પેઢીના માલિકે ખરાઇ કરતા તેઓના દ્વારા ફરી ઉપયોગમાં ન આવે તેમજ જાહેર આરોગ્ય સાથે ચેડાં ના થાય તે રીતે તેનો સ્થળ પર ઉપરોક્ત ફૂડ સેફ્ટી ઓફિસર ની હાજરી માં નાશ કરવામાં આવેલ જેનો કુલ જથ્થો આશરે ૫ કિલો જેટલો થવા પામેલ છે જેની અંદાજિત કિંમત ૧૦,૦૦૦ જેટલી છે.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!