પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના ગુનાઓમાં સંકળાયેલી ચિખલીગર ગેંગનો પર્દાફાશ કર્યો છે. 

ચાર જિલ્લામાં આતંક મચાવનાર આ ગેંગના ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.

 

તેમની પાસેથી કુલ ₹1.24 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં ધ્યાનસિંગ, જગપાલસિંગ ઉર્ફે જગ્ગુ અને ધર્મેન્દ્રસિંગનો સમાવેશ થાય છે.

જેમાં એક ખેડા જિલ્લાના વતની છે, જ્યારે અન્ય બે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના રહેવાસી હોવાનું ખુલ્યું છે.

પોલીસે તેમની પાસેથી ₹47 હજારથી વધુના ચાંદીના દાગીના, બે મોટરસાયકલ, મોબાઈલ ફોન તથા ચોરી માટે વપરાતા હથિયારો જપ્ત કર્યા છે.

ચિખલીગર ગેંગ પાટણ, મહેસાણા, ખેડા તથા અમદાવાદ શહેરમાં ઘરફોડ અને મોટરસાયકલ ચોરીના ગુનાઓ કરીને લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહી હતી.

ઓઢવ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ આ ગેંગ વોન્ટેડ હતી.

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ છ અલગ અલગ ગુનાઓની કબૂલાત કરી છે.

હાલ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાર્યવાહી કરીને પાટણ શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.

પાટણ LCBની આ કામગીરીથી ચિખલીગર ગેંગનો પર્દાફાશ થતા પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!