તારીખ : 4 સપ્ટેમ્બર,2025 ના રોજ ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી , પાટણ મુકામે શૈક્ષણિક વર્ષ : 2024 – 25 માં લેવાયેલ અમારી શાળા ઉત્તર બુનિયાદી અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ,ગોતરકા, એ H.S.C (સામાન્ય પ્રવાહ) પરીક્ષામાં 100% પરિણામ મેળવીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ શાળા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.
શાળાના તમામ વિદ્યાર્થીઓ સફળતા પૂર્વક પરીક્ષા પાસ થયા છે, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ ગુણ પ્રાપ્ત થયા છે. આ ગૌરવસભર પરિણામ પાછળ શાળાના સંચાલકો, આચાર્યશ્રી,શિક્ષકશ્રીઓ, તેમજ વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓના સહકારનો વિશાળ ફાળો રહ્યો છે.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે –
“આ પરિણામ અમારી શાળાના શિક્ષકોની લગન, વિદ્યાર્થીઓની અવિરત મહેનત તથા વાલીઓના વિશ્વાસનું પરિણામ છે. અમે આગામી વર્ષોમાં પણ વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
આ સફળતાને પગલે સમગ્ર ગામ તેમજ શહેરમાં આનંદનો માહોલ છવાયો છે. શાળાના સંચાલકશ્રીએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકશ્રીઓ ને અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

