રાજ્યના નાગરિકો માટે ખૂબ જ રાહતના અને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જી.એસ. મલિક દ્વારા એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. હવે સામાન્ય જનતાએ પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર DGP કચેરી કે સચિવાલય સુધી લાંબા થવું નહીં પડે. સ્થાનિક સ્તરે જ પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે એક મજબૂત વ્યવસ્થા ઊભી કરવાનો આદેશ આપી દેવાયો છે નવા આદેશ અનુસાર, હવે પોલીસ કમિશનર (CP), રેન્જ આઈજી (IG), જિલ્લા પોલીસ વડા (SP) થી લઈને પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) કક્ષાના તમામ અધિકારીઓએ દરરોજ ફરજિયાત ૨ કલાક નાગરિકોને સાંભળવા પડશે અરજદારોની રજૂઆતો અને ફરિયાદોનો ઉકેલ જે-તે સ્થાનિક સ્તરે જ લાવવો પડશે સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળ્યા બાદ, તેમની ફરિયાદનો મહત્તમ ૧૫ દિવસની અંદર જ નિકાલ લાવવા માટે રાજ્યના પોલીસ વડાએ કડક સૂચના આપી છે જો કોઈ અધિકારી આ આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તો તેમની સામે કડક પગલાં લેવાઈ શકે છેપોલીસ વડાના આ કડક અને સરાહનીય વલણને પગલે હવે રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી સુધારો જોવા મળશે અને અરજદારોની પીડાનો અંત આવશે તે ચોક્કસ છે.
The Gujarat Live News રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ
