પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મેઘરાજાનું આગમન થયું છે. લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાંતલપુર તાલુકાના ગાંજીસર , લોદરા અને દૈસર ફાંગલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વરસાદથી વાવણી કરેલા પાક અને ઉભા પાક બંનેને લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ શરૂ થતાં જ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ છવાઈ ગયો છે.
The Gujarat Live News રિપોર્ટ :- વિપુલભાઈ ચૌધરી રાધનપુર
