બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારા ગામે ભાદરવા સુદ ચૌદસ ના દિવસે શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે મોટો મેળો ભરાયો હતો.

જેમાં આજુબાજુ ગામ લોકો ઉમટી પડ્યા હતા.
![]()
![]()
![]()
આ ઉજવણી લગભગ સો વર્ષથી વધુ થી ચાલુ છે જેમાં દરેક સવા શેર ધી ની સુખડી બનાવવામાં આવે છે અને માતાજીને ધરાવામાં આવે છે.
આ પ્રસાદ અહીં જ વિતરણ કરવામાં આવે છે આ ઉજવણી નો ઇતિહાસ એવો છે આશરે સો વર્ષ પહેલાં એક મહા ભયાનક રોગ આવ્યો હતો જેને રોળીયું પણ કહેવામાં આવે છે.
રોગચાળો ફાટી નીકળતા માતાજી સપનામાં આવી કહ્યું હતું અને પછી આ રોગચાળો નાબૂદ થઈ ગયો હતો.
ત્યારથી આ વિધિ વિધાન રૂપે આ મેળાની ઉજવણી કરવામાં આવે છે.
અને ત્યારથી આ મેળાની ઉજવણી કરવામાં આવે છે આજે પણ ધૂમધામ થી લોકો આ ઉજવણી કરી રહ્યા છે.
The Gujarat Live News
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા




