પીએમ મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. વડોદરામાં 35 હજાર કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવા તેઓ બપોરે આવી પહોંચ્યા હતા. તેઓ Y આકારના સ્ટેજ રેમ્પ વોક કરીને GEN-Zને મળ્યા હતા.તેમજ યુવાઓમાં ગુજરાતી એક્ટ્રેસ આરોહી પટેલ પણ જોવા મળી હતી. આ દરમિયાન મોદી ફેન્સ વિવિધ પ્રકારના પોસ્ટર્સ લઈને આવ્યા હતા. જેમાં મોદીજી સ્માઈલ પ્લીઝ..મોટિવેશન મિલ જાયેગા… અને આપકા ઓરા હી અલગ હૈ… જેવા વાક્યો લખેલા હતા. મોબાઇલમાં હાર્ટના સિમ્બોલ સાથે મોદીજી લખીને મેસેજ ડિસ્પ્લે કર્યા હતા.
